ધોધંબા, ઘોઘંબા તાલુકામાં આવેલ ગુણેશિયા પ્રાથમિક શાળામાં ચાલું શૈક્ષણિક સત્રના આરંભે શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમાર હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે 20 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે તો જ સમાજનું સાચું ઘડતર થશે અને રાષ્ટ્રનો વિકાસ થશે. સમગ્ર ગ્રામજનો, સરપંચ, શાળા પરિવાર અને એસ.એમ.સી.ના સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો કર્યા હતા. પ્રવેશોત્સવ રૂટના લાયઝન અધિકારી તરીકે તન્મયભાઇ ચૌહાણ દ્વારા સુંદર માર્ગદર્શન આપી અને કાર્યક્રમને શુભ આશીર્વાદ આપ્યા હતા.