ગુજરાત રેરા પ્રોફેશનલ સર્ટિફિકેટ પ્રોજેક્ટ પ્રોગ્રેસની જરૂરિયાતને દૂર કરી શકે છે. હાલની વ્યવસ્થામાં ડેવલપરોએ ત્રિમાસિક પ્રગતિ અહેવાલો સાથે પ્રોજેક્ટ આર્કિટેક્ટ , એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પ્રમાણપત્રો સબમિટ કરવાની જરૂર પડે છે. ઓથોરિટીએ ફોર્મ ૧, ૨ અને ૩ માં આ પ્રમાણપત્રોના સબમિશનમાંથી રાહત મેળવવા માટે ડેવલપર્સ એસોસિએશનની વિનંતીને ધ્યાનમાં લીધી છે અને જૂન ક્વાર્ટરથી તેને બંધ કરશે.
ગુજરેરાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રેરા લાગુ કરવામાં આવ્યો ત્યારથી બિલ્ડરોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર અને આર્કિટેક્ટ ના ત્રિમાસિક પ્રોગ્રેસ રિપોર્ટ સાથે પ્રમાણપત્રો આપવા જરૂરી છે. જો કે, ક્રેડાઈએ અમને રાહત મેળવવા રજૂઆત કરી છે, કારણ કે પ્રમાણપત્રો દર ક્વાર્ટરમાં ખર્ચ કરે છે. અમે આ વિનંતી પર વિચાર કરી રહ્યા છીએ અને જો બધું બરાબર રહ્યું, તો અમે જૂન ક્વાર્ટરથી ફોર્મ ૧, ૨ અને ૩ દ્વારા આ પ્રમાણપત્રો માંગવાનું બંધ કરીશું.” સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરેરાએ એક નવું પોર્ટલ શરૂ કર્યું છે, જેમાં પ્રોજેક્ટ્સની વધારાની વિગતો છે.
ક્રેડાઈ, ગુજરાતના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે, અમે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વ્યવસાય કરવાની સરળતા લાવવા માટે ગુજરેરાને રજૂઆત કરી છે. અમે વિવિધ વ્યાવસાયિકો પાસેથી ત્રિમાસિક પ્રમાણપત્રોનો મુદ્દો ઉઠાવ્યો છે, જેના પાછળ ડેવલપરોએ ખર્ચ કરવો પડે છે.
અમે કહ્યું છે કે ઓથોરિટીએ વર્ષમાં એક વાર આવા પ્રમાણપત્રો માંગવા જોઈએ. ત્રિમાસિક પ્રગતિ માટે, તેણે સ્વ-પ્રમાણિત અહેવાલો માટે પૂછવું જોઈએ. ડેવલપરો રજીસ્ટ્રેશન એપ્લિકેશનમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ આપે છે અને ખરીદદારો પણ નિયમિતપણે પ્રોજેક્ટ સાઇટ્સની મુલાકાત લે છે અને તેથી, તેઓ પ્રગતિ વિશે જાણે છે.
તેમણે ઉમેર્યું હતું કે કેટલાક શહેરોમાં નાના બિલ્ડરોને સમયસર પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલી પડે છે અને તે તેમના માટે ખર્ચાળ પણ છે.રેરા અમલીકરણ પછીના તમામ વર્ષોમાં ડેવલપરોએ નિર્ધારિત સમયની અંદર મિલક્તનો કબજો ન આપ્યો હોવાના બહુ ઓછા કિસ્સાઓ બન્યા છે. ડેવલપરો સ્વ-પ્રમાણિત પ્રગતિ અહેવાલો પણ સત્તાધિકારીને સુપ્રદ કરી શકશે.