ગુજરાતમાં લેબમાં બનતા નશીલા પદાર્થનો પર્દાફાશ ,ઝડપાયેલ ડ્રગની કિંમત ૨૩૦ કરોડ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સંયુક્ત ટીમોએ મેફેડ્રોન બનાવતી અનેક લેબોરેટરીઓનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ, અમરેલી અને રાજસ્થાનના સિરોહી નજીકના પીપલાજમાંથી ઝડપાયેલ ડ્રગની કિંમત ૨૩૦ કરોડ રૂપિયા હતી. રાજ્ય ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટના નિષ્ણાતોએ આ લેબમાં શું બનાવવામાં આવે છે તેના પર એક ડોકિયું કર્યું.

એક તપાસર્ક્તાએ જણાવ્યું કે, “એક એકમમાં સામગ્રીનો જથ્થો, તૈયારીનો સમય, ઘટકોનું પ્રમાણ અને સંગ્રહ દર્શાવતો ઉત્પાદન ક્રમ છાપવામાં આવ્યો હતો, મોટાભાગના ઘટકો, પૂર્વવર્તી તરીકે ઓળખાતા, નિયમિત રસાયણો તરીકે બજારમાંથી મેળવવામાં આવ્યા હતા. ટેક્સટાઇલ પ્રક્રિયાઓ, ઉદ્યોગો અને ફાર્માસ્યુટિકલ્સમાં વપરાતા આ ઘટકોને પ્રતિબંધિતમાં ફેરવવા માટે રસાયણ શાસ્ત્ર નું જ્ઞાન જરૂરી છે.”

ડીએફએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે,”છેલ્લા કેલેન્ડર વર્ષ સુધી, કુલ જપ્તીમાં સિન્થેટિક દવાઓનો હિસ્સો લગભગ ૫૦% હતો, જે આ વર્ષે અત્યાર સુધીમાં થોડો ઓછો થયો છે. જો આપણે મૂળભૂત રસાયણો પર નજર કરીએ, તો તે સમાન છે જેમ કે બ્રોમિન, ટોલ્યુએન, મોનોથેનોલામાઇન અને તેથી વધુ. પ્રયોગશાળાઓમાં ઘણીવાર એક અથવા વધુ વ્યક્તિઓ ‘ફોર્મ્યુલા મેર્ક્સ’ તરીકે હોય છે જેમને રસાયણ શાસ્ત્ર અથવા ફાર્મા ઉદ્યોગમાં થોડો અનુભવ હોય છે. તેઓ અન્ય લોકોને દવાઓ કેવી રીતે બનાવવી તે સૂચના આપે છે.”

ડીએફએસે તાજેતરમાં એટીએસ સીબીઆઇ (ક્રાઈમ) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ જેવી એજન્સીઓના અધિકારીઓ માટે મુખ્ય ઘટકોને ઓળખવા અને આ રસાયણોને હેન્ડલ કરવા પર એક વર્કશોપનું આયોજન કર્યું હતું. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાક મુખ્ય રસાયણોના જથ્થાબંધ ઉપયોગર્ક્તાઓ પર નજર રાખવા અને ઔદ્યોગિક વિસ્તારોમાં દેખરેખ વધારવાનો એક સૂચન છે.