- રાજકોટ મનપા કમિશનરને ફટકારી નોટીસ
રાજકોટ,રાજકોટમાં અગ્નિકાંડમં સુઓમોટો મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે સરકાર અને તંત્રની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે આ સમગ્ર મુદ્દે જણાવ્યું હતું કે, આદેશ છતાં નિયમોનું પાલન કેમ ન કરાયું. તેમજ બેદરકારી રાખી આદેશનું પાલન ન થવાથી અગ્નિકાંડ થયો. તેમજ શું ગેમઝોનમાં મંજૂરી આપવામાં આવી હતી? ગેમઝોનમાં ફાયર સેટીનું યાન કેમ ન રખાયું.
હાઈકોર્ટે કહ્યું કે, આદેશ છથાં મહાનગરપાલિકાએ બેદરકારી દાખવી તેવું સમજીએ? ૪ વર્ષમાં ૬ મોટી દુર્ઘટનાં બની ત્યારે મહારનગરપાલિકાએ શું કર્યું? દુર્ઘટનામાં લોકોના મોત અંગે તંત્રએ શું કાર્યવાહી કરી? આપણે માણસો છીએ મીડિયા અહેવાલોની અસર થાય જ છે. તંત્રએ મીડિયાનાં અહેવાલને પણ માની રહ્યું નથી. આવી ઘટનાઓમાં તંત્રએ ગંભીર થવાની જરૂર છે.
રાજકોટમાં સર્જાયેલ ગેમ ઝોન અગ્રિકાંડ મામલે હાઈકોર્ટ દ્વારા મનપા કમિશ્ર્નરને નોટીસ ફટકારવામાં આવી છે. હાઈકોર્ટે રાજકોટ મનપા કમિશ્ર્નરને નોટીસ આપી જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે તમને શા માટે અમારે જવાબદાર ન ગણવા તેનો જવાબ આપે. રાજકોટ મનપા તમારા બચાવ માટે કોર્ટમાં જવાબ આપો. તેમજ ફાયર સેટી વિના હાઈકોર્ટ નહી ચલાવી લે.
કોર્ટે કહ્યું હતું કે રવિવારે આ એક માનવ સજત દુર્ઘટનાં છે. આ ગેમ ઝોન લોકોની સુરક્ષા માટે ખૂબ જ ભયજનક છે. રાજકોટમાં થયેલ દુર્ઘટના પર સખ્ત કર્યવાહી કરતા હાઈકોર્ટે એક દિવસમાં રિપોર્ટ માંગ્યો હતો. તેમજ અમદાવાદ, સૂરત, વડોદરા અને રાજકોટ મહાનગર પાલિકા પાસે જવાબ માંગ્યો હતો. અને પૂછ્યું હતું કે ક્યાં નિયમ હેટળ આ પ્રમાણેનું સંચાલન થઈ રહ્યું છે. રાજકોટ દુર્ઘટનામાં ૩૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજકોટ અગ્નિકાંડ પર ગુજરાત હાઇકોર્ટ લાલઘુમ થઇ હતી અને ઉધડો લેતા કહ્યું હતું કે,’અમને સરકાર કે તંત્ર પર હવે જરાય વિશ્ર્વાસ નથી.’ વધુમાં કોર્ટે કહ્યું કે આપણે માણસો છીએ મીડિયા અહેવાલોની અસર થાય જ. રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે તંત્ર અને સરકાર બન્નેને ફટકાર લગાવી હતી. ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મહાનગરપાલિકા પાસે સ્પષ્ટીકરણ માંગ્યુ હતું. હાઇકોર્ટે કહ્યું કે તમે આંધળા થઇ ગયા હતા, અઢી વર્ષથી આ બધુ ચાલતું હતું તો તમે શું ઉંગતા હતા? રાજકોટ અગ્નિકાંડમાં ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો દરમિયાન આરોપીઓની મિલક્ત ટાંચમાં લેવા આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે જ આરોપીઓની મિલક્ત વેચી મૃતકોના પરિવજનોને વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે સુઓમોટો પર સુનાવણી યોજાઇ હતી. રાજ્ય સરકાર વતી બન્ને એડિશનલ એડવોકેટ જનરલ હાજર રહ્યાં હતા. અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે જીડીસીઆરના નિયમ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. ગેમઝોનમાં કોઇ પણ પ્રકારની મંજૂરી લીધી નહતી. ૨૪ કે તેનાથી વધુ લોકો મર્યા છે તે હત્યાથી ઓછું નથી. આ સાથે જ અરજદારે કેસની તપાસનો સમયાંતરે અહેવાલ રજૂ કરવાની પણ માંગણી કરી હતી.
અરજદારે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું કે, ભરૂચમાં આગ, રાજકોટ આગ, સુરત અમદાવાદ અને અનેક જગ્યાએ આગ લાગે છે જેમાં અનેક લોક મરી રહ્યાં છે. તંત્ર રકમ વસૂલ કરે છે પણ શેના માટે કરે છે? રાજકોટ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનાને લઈ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમગ્ર બાબતે ક્રાઈમ બ્રાંચમાં બેઠક મળી હતી. તેમજ સસ્પેન્ડ અધિકારીઓની જોઈન્ટ પોલીસ કમિશ્ર્નર દ્વારા પૂછપરછ કરાઈ છે. જોઈન્ટ પોલીસ કમિશ્ર્નર વિધિ ચૌધરી પૂછપરછ કરશે.