ગુજરાત, પંજાબ, મધ્ય પ્રદેશ અને હરિયાણા સહિતના રાજ્યોમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે મીડિયા અહેવાલ અનુસાર ગેંગસ્ટર સાથે પૂછપરછમાં મળેલી અનેક જાણકારીઓના આધારે આ સમગ્ર કાર્યવાહી આજે કરવામાં આવી રહી છે. કુલ છ ગેંગસ્ટરોએ અન્ય ગેંગસ્ટર્સના નામ અને ઠેકાણા જાહેર કર્યા હતા. એવામાં આજે તેમના સાથીદારોના ઠેકાણાઑ પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગાંધીધામ ગુજરાત : લોરેન્સ બિશ્નોઈના સાથી કુલવિંદરના ત્યાં NIA દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, કુલદીપ લાંબા સમયથી બિશનોઈની ગેંગ સાથે જોડાયેલો છે અને આ પહેલા પણ અનેક વાર તેનું નામ સામે આવ્યું હતું. કુલવિંદરનું નામ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં પણ જોડાઈ ચૂક્યું છે.