
નારી સશક્તિકરણ ની પહેલ જે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરે છે તેને આગળ ધપાવતા શહેરા ના પનોતા પુત્ર, લોકલાડીલા ધારાસભ્ય એવા ગુજરાત વિધાનસભા ના માનનીય ઉપાધ્યક્ષ જેઠા ભાઈ ભરવાડે આજરોજ તેમના મતવિસ્તાર માં 20 જેટલી સ્ત્રીઓ ને પગભર કરવા હેતુ ઇલેક્ટ્રિક રિક્ષા અર્પણ કરીને કરી. મરક્યુરી ઈવી ટેક લિમિટેડ ના જયેશ ઠક્કર ની વડોદરા સ્થિત મેન્યુફેક્ચરિંગ ફેસેલીટી ની ખાસ મુલાકાત લઈ મેક ઇન ઈન્ડિયા ના સૂત્ર જીવંત કરતા જેઠા ભાઈ એ ખાસ પિંક ઇલેક્ટ્રિક રિક્ષા બનાવડાવી અને પંચમહાલ ની સ્ત્રીઓ ને પગભર કરવા એક ઉમદા અને આગવું પગલું ભર્યું છે.

આવા દીર્ઘદ્રષ્ટા અને બાહોશ નેતા અભિનંદન ને પાત્ર છે. ગુજરાત ના નકશા પર પ્રાચીન સમૃદ્ધિ, સંસ્કૃતિ, પર્યટન અને પર્યાવરણ ના હાર્દ સમા પંચમહાલ ના લોકનાયક જેઠા ભાઈ ભરવાડ ના પગલાં થકી ઝીરો કાર્બન તેમજ પર્યાવરણ સુરક્ષા નો પણ ઉત્તમ ઉદાહરણ પૂરી પાડ્યું છે.

આવનાર સમયમાં જેઠા ભાઈ ભરવાડ દ્વારા હજુ બીજી 80 પિંક ઇલેક્ટ્રિક રિક્ષા ને બનાવવા માટે ના યોગ્ય દિશા નિર્દેશ અપાઈ ચૂક્યા છે.