ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી કોરોનાથી સંક્રમિત થયા છે. હાલમાં અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ડેપ્યુટી સીએમને સારવાર આપવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. આજે કોરોનાના એક્ટિવ કેસ એક લાખને પાર થઈ ચુક્યા છે. ત્યારે હવે લડવૈયાઓ પણ ઘાયલ થઈ રહ્યા છે. કોરોનાનું સંક્રમણ રાજનેતાઓને પણ તેના ભરડામાં લઈ રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થઈ ચુક્યા હતા. તે દરમિયાન રાજ્યનો કારભાર નાયાબ મુખ્યમંત્રી નિતિન પટેલે સંભાળ્યો હતો. સીએમ રૂપાણી સાથે મળીને સતત કોરોના સામેની લડાઈને જીતવા માટે મથામણ કરતા નાયબ મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થયા છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે નોંધનીય છે કે ગુજરાતમાં શુક્રવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા પોઝિટીવ 13804 કેસ નોંધાયા છે. જ્યારે 5618 દર્દીઓ સ્વસ્થ થયાં છે. કોરોનાથી રાજ્યમાં 142 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં દરરોજ કેસ વધી રહ્યા છે અને રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. શુક્રવારે રિકવરી રેટ 77.30 ટકા થયો હતો.