ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા કોરોના પોઝિટિવ, કાલે મોરવા હડફમાં કર્યો હતો પ્રચાર

સમગ્ર રાજ્યમાં સતત કથળી રહેલી કોરોનાની સ્થિતી વચ્ચે રાજ્યમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિકટ છે. એક પછી એક ધારાસભ્યો અને નેતાઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે. તેવામાં હવે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ કોરોના સંક્રમિત થયા છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે આ અંગેની જાણ ટ્વિટ કરીને આપી હતી. તેમણે જણાવ્યું કે, સારવાર માટે તેઓ યુ.એન મહેતામાં હોસ્પિટલ માટે જઇ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદિપસિંહના અંગત સચિવ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ પ્રદિપસિંહ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓએ પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટેની અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ મોરવા હડફ ખાતે ચૂંટણી પ્રચારમાં પણ હાજર હતા. હાલ તો તેમને સારવાર માટે યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે લઇ જવાયા છે.