વિદાય લેતા ચોમાસાના છેલ્લા રાઉન્ડનો વરસાદ હાલ રાજ્યમાં વરસી રહ્યો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી પર નજર કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.. ચોમાસું તેના અંતિમ દિવસોમાં રાજયની જનતાને ભીંજવી રહ્યું છે.. વિદાય લેતા ચોમાસાના છેલ્લા રાઉન્ડનો વરસાદ હાલ રાજ્યમાં વરસી રહ્યો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી પર નજર કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે..
અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદ સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી છે.. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા ડેમનું જળસ્તર વધ્યું છે. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 2 સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.46 મીટર પર પહોંચી છે.નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 22 સેમી બાકી છે.નર્મદા ડેમના ઉપરવાસ માંથી 1,44,540 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે, 80836 ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા ડેમના ફરી 10 દરવાજા 1.35 મીટર ખોલવામાં આવ્યા છે, જેને કારણે નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 કાંઠા વિસ્તારમાં આવતા ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે.
2 દિવસ બાદ રાજ્યમાં ચોમાસાની ગતિવિધિમાં ઘટાડો થશે
આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો સાથે જ આગામી 2 દિવસ બાદ રાજ્યમાં ચોમાસાની ગતિવિધિમાં ઘટાડો થશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. પરંતુ રાહતની વાત એ છે કે આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે.