ગુજરાતમાં સંક્રમણ બેકાબુ થયું છે. કુલ સંક્રમિતોની સંખ્યા 2,00,000 ને પાર થઈ ગઈ છે. આજે નવા 1500થી વધુ કેસો સામે આવ્યા છે. જ્યારે 1200થી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1510 કેસો નોંધાયા છે. જ્યારે 16 દર્દીઓના મૃત્યુ થયા છે, અને 1286 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 94 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 13950 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3892 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 200409 પર પહોંચ્યો છે.
જિલ્લા મુજબ કુલ કેસોની સંખ્યા
અમદાવાદ 347,
સુરત 286,
વડોદરા 181,
રાજકોટ 128,
ગાંધીનગર 74,
બનાસકાંઠા 47,
પાટણ 46,
મહેસાણા 43,
જામનગર 39,
ખેડા 32,
પંચમહાલ 26,
નર્મદા 24,
અમરેલી 23,
ભરૂચ 21,
મહિસાગર 21,
આણંદ 19,
દાહોદ 19,
ભાવનગર 18,
જૂનાગઢ 18,
સાબરકાંઠા 17,
મોરબી 16,
સુરેન્દ્રનગર 13,
કચ્છ 12,
નવસારી 9,
ગીર સોમનાથ 8,
દેવભૂમિ દ્વારકા 5,
તાપી 4,
અરવલ્લી 3,
છોટા ઉદેપુર 3,
વલસાડ 3,
ડાંગ 2,
પોરબંદર 2,
બોટાદ 1.