
- સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ
- કડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ
- રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા
સુરત હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે કદોડરા નજીક સંજીવની હોસ્પિટલમાં પાણી ભરાયા હતા. હોસ્પિટલનાં મુખ્ય દરવાજે ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. પાણી ભરાતા દર્દીઓને અવર જવર કરવામાં ભારે હાલાકી પડી હતી. કડોદરા વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને પગલે કડોદરા વિસ્તાર પ્રભાવિત થયો હતો.

રાજ્યના 40 તાલુકામાં 1થી10 ઇંચ વરસાદ પડ્યો
- ધોરાજી, સુત્રાપાડામાં 10 ઇંચ, કોડિનારમાં 6.5 ઇંચ વરસાદ
- વેરાવળમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો
- સુરત શહેરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો
- તાલાલા, મેંદરડામાં 4-4 ઇંચ, ઉપલેટામાં 3.3 ઇંચ વરસાદ
- માળીયા હાટીના અને કેશોદમાં 3 ઇંચ વરસાદ
- લુણાવાડામાં 2.5 ઇંચ વરસાદ, માણાવદરમાં 2 ઇંચ વરસાદ
- ડભોઇ અને બારડોલીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો
- સંખેડામાં 1.8 ઇંચ, માંગરોળમાં 1.7 ઇંચ વરસાદ ખાબક્યો
- આણંદ 1.5 ઇંચ, ગઢડામાં 1.5 ઇંચ વરસાદ
- ભરૂચ 1.3 ઇંચ, ગીર સોમનાથ 1.3 ઇંચ વરસાદ નોધાયો

સુરતના કડોદરા વિસ્તારમાં જળ બંબાકાર
સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે સામાન્ય વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. જેમાં સુરતનાં કડોદરા વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. કડોદરા ચાર રસ્તે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. લાકડાવાલા કોમ્પ્લેક્ષમાં વરસાદી પાણી ઘુસ્યા હતા. 20 થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. દુકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા.

સામાન્ય વરસાદથી સુરતમાં જળબંબાકારની સ્થિતિ
સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા હતા. સામાન્ય વરસાદથી સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પૂનાગામ, સીતારામ ચોકડી વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરનાં શિવમ કોમ્પ્લેક્ષ વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા છે.