- ગુજરાતમાં સરકાર રચવાનું આમ આદમી પાર્ટીનું સપનું ચકનાચૂર
- ભાજપની આંધીમાં ખાલી 5 બેઠક પર સમેટાઈ
- 128 ઉમેદવારો તો ડિપોઝીટ પણ ન બચાવી શક્યા
- કોંગ્રેસને પણ મોટો ઝટકો, 44 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે અને મોટો ફટકો કેજરીવાલની આમ આદમી પાર્ટીને પડ્યો છે. 182 બેઠકો પર ઉમેદવારો ઉતારીને જીતીને ગુજરાતમાં સરકાર બનાવવાનું સપનું જોઈ રહેલી આમ આદમી પાર્ટી ભાજપની આંધીમાં એવી તો ઉડી ગઈ કે ઊભી થાય તેવી હાલતમાં રહી નથી.
ક્યારે જપ્ત થાય ચૂંટણી ડિપોઝીટની રકમ
જો ઉમેદવાર દ્વારા મળેલા માન્ય મતોની સંખ્યા કુલ મતદાનના 1/6 કરતા ઓછી હોય તો ચૂંટણીમાં ડિપોઝિટ જપ્ત થઈ જતી હોય છે. ચૂંટણી પંચે તે સરકારી ખજાનામાં જમા કરાવે છે. જો કોઈ ઉમેદવાર પોતાનું નામાંકન પાછું ખેંચી લે છે અથવા મતદાન પહેલા તેનું નિધન થઈ જાય છે, તો તે રકમ પરત કરવામાં આવે છે. જો સામાન્ય ચૂંટણીમાં, ઉમેદવાર એક કરતા વધુ સંસદીય મતવિસ્તારમાં અથવા એક કરતા વધુ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી લડી રહ્યાં હોય તો તેવા કિસ્સામાં ચૂંટણી ડિપોઝીટ પાછી મળતી નથી.
128 પાર્ટીઓ ડિપોઝીટ પણ બચાવી ન શક્યા
ગુજરાતમાં ભાજપની આંધીમાં 128 ઉમેદવારોને કમરતોડ ફટકો પડ્યો હતો અને થોડાઘણા વોટ મેળવવાની વાત તો બાજુએ રહી ડિપોઝીટ સુદ્ધા ગુમાવવાનો વારો આવ્યો હતો. આમ આદમી પાર્ટીને લાગેલો આ તગડો ફટકો છે.
કોંગ્રેસના 44 ઉમેદવારોની પણ ડિપોઝીટ ડૂલ
ગુજરાત ચૂંટણીમા કોંગ્રેસને પણ કંઈ ઓછું નુકશાન નથી વેઠવું પડ્યું. કોંગ્રેસ ફક્ત 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે પરંતુ તેનાથી ચોંકાવનારી વાત એ છે કે તેના 44 ઉમેદવારો એક સિંગલ વોટ પણ મેળવી શક્યા નથી અને ડિપોઝીટ ગુમાવીને દઈને રહ્યાં.