- ગુજરાત જીત બાદ પીએમ મોદીએ મનાવ્યો જશ્ન
- દિલ્હી પાર્ટી મુખ્યાલયમાં કાર્યકરોને કર્યાં સંબોધિત
- ચૂંટણી પંચ અને ગુજરાત તથા હિમાચલના લોકોનો માન્યો આભાર
ભાજપને ગુજરાતમાં મળેલી ઐતિહાસિક જીત પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી ભાજપ મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધિત કર્યાં હતા. આ પ્રસંગે અધ્યક્ષ જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા.
ગુજરાતની જનતાએ તો કમાલ કરી દીધી
પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે ગુજરાતના લોકોના જોરદાર વખાણ કર્યાં હતા. પીએમ મોદીએ ગુજરાત અને હિમાચલના લોકોનો આભાર માન્યો હતો.
લોકોએ ભાજપને મત આપ્યો કારણ કે…
પીએમ મોદીએ કહ્યું, “ભાજપને મળેલ જનસમર્થન ગરીબો, શોષિત, વંચિત, આદિવાસીઓના સશક્તિકરણ માટે છે. લોકોએ ભાજપને મત આપ્યો કારણ કે ભાજપ દરેક ગરીબ, મધ્યમ વર્ગના પરિવાર સુધી શક્ય તેટલી વહેલી તકે દરેક સુવિધા પહોંચાડવા માંગે છે. લોકોએ ભાજપને મત આપ્યો કારણ કે ભાજપ પાસે દેશના હિતમાં સૌથી મોટા અને સખત નિર્ણયો લેવાની ક્ષમતા છે.