લોક્સભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઈ ગયું અને ફરી એક વાર સરકારમાં સત્તા પક્ષ અને ચૂંટણી પંચ બન્ને માટે ચિંતા થાય એવું પ્રમાણમાં ઘણું ઓછું મતદાન થઈ રહ્યું છે. પશ્ર્ચિમ અને ઉત્તર ભારતમાં ભાજપની સત્તા છે. જેમાં રાજસ્થાન, મયપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર જેવાં રાજ્યોમાં માહોલ જળવાતો નથી. લોક્સભાની ચૂંટણી હવે ત્રીજા અને આક્રમક તબક્કામાં પ્રવેશી રહી છે. ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહથી માંડીને ભાજપના સિનિયર નેતાઓ અને સામે પક્ષે કોંગ્રેસના રાહુલ અને પ્રિયંકા ગાંધીથી માંડીને અખિલેશ, તેજસ્વી અને મમતા તથા શરદ પવાર જેવા નેતાઓ પણ પૂરી તાકાતથી સભાઓ ગજવી રહ્યા છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર શરૃ થઈ ચુક્યો છે. અનામત, તુષ્ટીકરણ, ઘોષણાપત્ર, સંકલ્પપત્ર, સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ, જ્ઞાાતિજાતિનાં સમીકરણોથી માંડીને ક્સિાનોના પ્રશ્ર્નો, ગરીબી, બેકારી, મોંઘવારી, ચીન, પાકિસ્તાન સહિતના મુદ્દાઓ ધીરે ધીરે પ્રચારમાં હાવી થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ યુદ્ધ વકરી રહ્યું છે. પરંતુ મેઈન ટીવી ચેનલ હજી દેશના ગરીબોના મુદ્દાને બદલે ઉમેદવારના નામ લઈ જાતિગત અને ધામક ર્મુદ્દા ઉપર ડિબેટ કરી રહ્યા છે તે સૌથી મોટી નિરાશાની વાત છે.
નેતાઓ વાણીવિલાસની મર્યાદા ચુકીને બેફામ ઉચ્ચારણો કરી રહ્યા છે, તો કેટલાક નેતાઓ હેટ સ્પીચની હદ વટાવી નાખે છે. ચૂંટણીની મોસમમાં શાબ્દિક ઉન્માદ શેરબજારની માફક વધતો-ઘટતો જોવા મળે છે. પરંતુ હકીક્ત એ છે કે અસલી ચૂંટણી તો મતદાન મથકમાં મતદાન સાથે લડવાની હોય છે. જાહેર સભાઓ અને સોશિયલ મીડિયાના માયમથી માહોલ બને છે, પરંતુ મતદાતાઓને મતદાન મથક સુધી લઈ આવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં જે પાર્ટી સફળ થાય એ જ સાચા અર્થમાં ચૂંટણી જંગ જીતે છે. દક્ષિણનાં રાજ્યોમાં ખાસ કરીને કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભાજપનું સંગઠન હજી નબળું જણાય છે. જ્યારે કર્ણાટકમાં આ વખતે કટોકટીની લડાઈ છે. ગત લોક્સભા ચૂંટણીમાં ભાજપે કર્ણાટકમાં ૨૮માંથી ૨૫ બેઠકો જીતીને વિક્રમ સર્જ્યો હતો. પરંતુ આ વખતે કર્ણાટકમાં કોંગ્રેસની રાજ્ય સરકાર છે. એક વર્ષ પહેલાં કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પરાજયનો સામનો કરવો પડયો હતો. ભાજપની વોટબેક્ધ ગણાતી લિંગાયત જ્ઞાાતિના યેદુરપ્પા જેવા નેતાની વિદાય બાદ વેરવિખેર થઈ ગઈ છે. આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની તેલુગુદેશમ પાર્ટી ઉપરાંત કેરળ અને તામિલનાડુમાં ભાજપએ ખાસ્સી મહેનત કરી છે, ત્યારે તેલંગાણામાં ભાજપનો પાયો મજબૂત થવાની ચર્ચા છે.
ગત લોક્સભામાં ભાજપે ૨૨૪ બેઠકો ૫૦ ટકાથી વધુ સરસાઈથી જીતી હતી. ભાજપે ૨૦૧૪માં ૩૧.૭ ટકા મતો મેળવવાની સાથે ૨૮૨ બેઠકો અંકે કરી હતી. ૨૦૧૯માં ૩૭ ટકા મતો સાથે ૩૦૩ બેઠકો મેળવી હતી. એ રીતે ૫% મત વયા અને ૨૫ બેઠકો પણ વધી હોવાનો ઇતિહાસ યાદ કરવા જેવો છે. ત્યારે આ વખતે પ્રથમ બે તબક્કામાં મતદાન ઓછું થઈ રહ્યું હોઈ બેઠકો ઉપર તેની અસર શું થાય છે એ માટે રાહ જોવી રહી.