ગુજરાતમાં હિટવેવની આગાહી : હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીની આગાહી કરી, ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મી મે અને મંગળવારના રોજ યોજાનાર છે. મહત્વનું છે કે, ગુજરાતની 25 લોકસભા સીટ ઉપર પણ મંગળવારે મતદાન યોજાનાર છે. આ દરમિયાન હવે હવામાન વિભાગની આગાહીએ ચિંતા ઊભી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે ગુજરાતમાં હિટવેવની આગાહી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. અમદાવાદમાં મતદાનના દિવસે 42 ડિગ્રી સેલ્યિસય મહત્તમ તાપમાન જોવા મળી શકે છે તો ગાંધીનગરમાં પણ તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં મતદાનના દિવસે એટલે કે મંગળવારે તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જઇ શકે છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરાઇ છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સહિત સુરતમાં પણ હિટવેવની આગાહી કરાઇ છે. પોરબંદર અને ભાવનગરમાં પણ હિટવેવ રહેશે.મહત્વનું છે કે, સાયક્લોનિકલ સર્ક્યુલેશનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી રહેલું વાદળછાયું વાતાવરણ 2 દિવસમાં દૂર થશે. મતદાનના દિવસે જ સમગ્ર રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરાઇ છે. તેવામાં રાજ્યમાં મતદાનન પર ગરમીની મોટાપાયે અસર જોવા મળી રહી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, અમદાવાદમાં 7 મે ના રોજ 42 ડિગ્રી તાપમાન નોંધાશે તો ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. જ્યાં તાપમાન યથાવત રહેશે. જોકે ઉત્તર ગુજરાત માં 2 ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. તેમજ આજે સૌરાષ્ટ્ર કચ્છ દિવમાં કોસ્ટલ એરિયામાં હિટવેવ આગાહી અને સુરતમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે આવતીકાલથી દિવમાં 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ 7 મે ના રોજ પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી જ્યારે 7 મે ના રોજ અમદાવાદ અને ગાંધીનગર 42 ડિગ્રી તાપમાન રહેવાની શકયતા વ્યક્ત કરાઈ છે. 7 મે ના રોજ દિવ કોસ્ટલ એરિયામાં પોરબંદર ભાવનગર માં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ હાલ સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ છે તે 2 દિવસમાં દૂર થશે તેવી પણ શકયતા વ્યક્ત કરાઈ છે.