Gujarat Weather Update : ગુજરાતના ખેડૂતોના માથે છવાયા સંકટના વાદળ : ફરી 3 દિવસ આ જિલ્લામાં મેઘરાજા ત્રાટકશે.

gujarat-ma-varsad

Gujarat Weather Updateગુજરાતના ખેડૂતોના માથે ફરીથી સંકટના વાદળ છવાઇ ગયા હોય તેવું દેખાઇ રહ્યું છે. કારણ કે હવામાન વિભાગની વરસાદને લઇ વધુ એક આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘આગામી તારીખ 8થી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે.’ જેના લીધે ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે.

Gujarat Weather Update : હવામાન વિભાગે ફરીવાર ખેડૂતો માટે માઠી આગાહી કરી છે. આગાહી કરતા જણાવ્યું કે, આગામી તારીખ 8થી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં ફરીથી વરસાદ વરસી શકે છે. જોકે બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય.

ગુજરાતમાં ફરી કમોસમી માવઠું બનશે મુસીબત

  • સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પડી શકે વરસાદ
  • તા. 8થી 10 જાન્યુઆરી વરસાદની શક્યતા

રાજ્યમાં વરસાદ(Weather Update) અરબ સાગરમાં આવેલા ટ્રફના કારણે વરસી શકે છે. 8 અને 9 તારીખે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે. 10 તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આગાહી કરાઈ છે, તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, તમને જણાવી દઈએ કે, આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. 

હવામાન વિભાગના(Weather Update) અધિકારીએ જણાવ્યું કે, ‘સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. સાથો સાથ બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે. વધુમાં કે, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો : રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો, ૮.૨ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર

રાજ્યમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ છે.આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું હતું. ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડી નથી પડી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી ઓછી પડી.

બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તેમણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું નહીં પડે.