- પૂજ્ય ગાંધીજી સત્યના આગ્રહી હતા. જીવનમાં હંમેશા સત્યનું આચરણ કરજો. જે હંમેશા સત્યના માર્ગે ચાલે છે તે જ જીવનમાં સ્થાયી સન્માન મેળવે છે
રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગૂજરાત વિદ્યાપીઠના ૭૦મા પદવીદાન સમારોહની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય ગાંધીજીના ‘સાદું જીવન-ઉચ્ચ વિચાર’ના સંદેશને અનુરૂપ શુદ્ધ, સાત્વિક અને ઉચ્ચ આદર્શો સાથે જીવન જીવો એવી આચાર્ય દેવવ્રતની વિદ્યાર્થીઓને શીખ આપી હતી. પદ્મભૂષણ રાજશ્રી બિરલા અને નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર સીઈઓ આશિષ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગૂજરાત વિદ્યાપીઠના વર્ષ ૨૦૨૩-૨૪ના વાષક અહેવાલનું વિમોચન કર્યુ હતું. ૩૯ પીએચડી, ૫ એમ.ફિલ., ૪૫૭ અનુસ્નાતક, ૪૨૪ સ્નાતક, ૪૭ પી.જી. ડિપ્લોમા એમ કુલ ૯૭૨ વિદ્યાર્થી ભાઈ બહેનોને ડિગ્રી એનાયત કરાઇ હતી. ગુરુપૂણમાના પાવન પર્વે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના ૭૦ મા પદવીદાન સમારોહમાં ૯૭૨ જેટલા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને પૂજ્ય ગાંધીજીના ‘સાદું જીવન-ઉચ્ચ વિચારો’ના સંદેશને અનુરૂપ શુદ્ધ, સાત્વિક અને ઉચ્ચ આદર્શો સાથે જીવન જીવવાની શીખ આપી હતી.
આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, જીવનમાં ક્યાંય પણ જાઓ એવો આચાર, વિચાર અને વ્યવહાર રાખજો કે ગૂજરાત વિદ્યાપીઠનું ગૌરવ વધે. રાષ્ટ્રસેવા, માનવસેવા અને જીવસેવાના ભાવ સાથે, સર્વના કલ્યાણની ભાવના સાથે જીવનમાં ખૂબ પ્રગતિ કરજો. પદવીદાન સમારોહમાં ૩૯ પીએચડી, ૫ એમ.ફિલ., ૪૫૭ અનુસ્નાતક, ૪૨૪ સ્નાતક, ૪૭ પી.જી. ડિપ્લોમા એમ કુલ ૯૭૨ વિદ્યાર્થી ભાઈ બહેનોને ડિગ્રી એનાયત કરાઇ હતી.
તૈત્તિરીય ઉપનિષદના ઉપદેશના સંદર્ભ સાથે આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજી સત્યના આગ્રહી હતા. જીવનમાં હંમેશા સત્યનું આચરણ કરજો. જે હંમેશા સત્યના માર્ગે ચાલે છે તે જ જીવનમાં સ્થાયી સન્માન મેળવે છે. સત્ય જ શાશ્ર્વત છે. સત્ય હંમેશા પ્રેરણા આપે છે. આત્માની શાંતિનો મૂળ આધાર જ સત્ય છે.
આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને જીવનમાં હંમેશા ધર્મનું આચરણ કરવાની શિખામણ આપી હતી. તેમણે કહ્યું કે, હિંદુ-મુસ્લિમ જેવા ભેદ એ ધર્મ નથી. ધર્મ એટલે માનવીય સંવેદનાના સ્પંદનની અનુભૂતિ. ર્ક્તવ્યનું પાલન. વ્યક્તિએ સર્વજીવો સાથે સદ્વ્યવહાર રાખીને માતૃધર્મ, પિતૃધર્મ, નાગરિકધર્મ અને રાષ્ટ્રધર્મનું પાલન કરવું જોઈએ. વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાનનો લાભ સમાજના જરૂરિયાતમંદ લોકોને આપવો જોઈએ. પૂજ્ય ગાંધીજી હંમેશા સમાજના છેવાડાના માણસ સુધી લાભ પહોંચાડવાના આગ્રહી રહ્યા. દરેક વિદ્યાર્થીએ સમાજમાં જ્યાં જરૂર છે ત્યાં પોતાના જ્ઞાનનો લાભ પહોંચાડવો જોઈએ. પોતાના માતા-પિતા અને ગુરુજનોનો હંમેશા આદર-સત્કાર-સન્માન કરવું જોઈએ. જ્યાં માતા-પિતા અને ગુરુનું સન્માન થાય છે એ જ સમાજ અને એ જ રાષ્ટ્ર સમૃદ્ધ થાય છે.
આ તકે રાજ્યપાલએ ગૂજરાત વિદ્યાપીઠના તેજસ્વી અને સકારાત્મક વાતાવરણ માટે કુલપતિ ડૉ. હર્ષદ પટેલ અને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલના હસ્તે ગૂજરાત વિદ્યાપીઠના વર્ષ ૨૦૨૩-૨૪ના વાષક અહેવાલનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે પદ્મભૂષણ રાજશ્રીબેન બિરલાએ સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, સૌ વિદ્યાર્થીઓએ કલ્પનાશીલ બની પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા સતત પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. કલ્પનાશીલ વ્યક્તિ જ વિકાસના પથ પર આગળ વધે છે.
કારણ કે, માનવની પ્રગતિ તેની કલ્પનાશીલતાના આધાર પર થાય છે. મહાત્મા ગાંધીજી વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજીના પુરુષાર્થ થકી જ દેશ અહિંસક માર્ગે અંગ્રેજોથી મુક્ત થયો છે. તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, બિરલા પરિવાર વર્ષોથી ગાંધીજીના આદર્શો સાથે જોડાયેલો છે. બિરલા પરિવારન ત્રણ પેઢીથી ગાંધીજીથી પ્રભાવિત થઈ તેમના માર્ગે ચાલી સમાજ નિર્માણના કાર્યમાં સહભાગી થયો છે. અંતમાં તેમણે સૌ વિદ્યાર્થીઓને ગાંધીજીના વિચારો અને આદર્શોને જીવનમાં સ્થાન આપી આગળ વધવા કહ્યું હતું.