- આજના પ્રથમ દિવસે દિવગંતોને શ્રદ્ધાંજલિ ઉપરાંત, કેન્દ્રમાં વડાપ્રધાન પદ પર ત્રીજી વખત નરેન્દ્ર મોદી બિરાજમાન થતા તેમના માટે વિશેષ પ્રસ્તાવ લવાયો.
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્રનો આજ થી પ્રારભં થયો છે. ત્રણ દિવસના ચોમાસું સત્રમાં સરકાર પાંચ વિધેયક લાવશે. આજના પ્રથમ દિવસના કામકાજ દરમિયાન દિવગંતોને શ્રદ્ધાંજલિ ઉપરાંત, કેન્દ્રમાં વડાપ્રધાન પદ પર ત્રીજી વખત નરેન્દ્ર મોદી બિરાજમાન થતા તેમના માટે વિશેષ પ્રસ્તાવ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગૃહમાં લાવવામાં આવ્યો હતો
આજે વિધાનસભામાં ગુજરાતના પૂર્વ રાજયપાલ સ્વ. ડો. કમલાજી બેનીવાલ, ગુજરાતના પૂર્વ રાજયકક્ષાના મંત્રી સ્વ. બિપીનભાઇ ઈશ્વરભાઈ શાહ તથા ગુજરાતના પૂર્વ સભ્યો સ્વ. શિવભદ્રસિંહ કુષ્ણકુમારસિંહજી ગોહિલ, સ્વ.રત્નાભાઇ મનજીભાઇ ઠુંમર, સ્વ.રામસિંહજી પસિંહજી સોલંકી, સ્વ.નંદકિશોર ત્રંબકલાલ દવે,સ્વ.ખુરશીદહૈદર અબ્દુલમુત્તલીબ પીરઝાદા, સ્વ.સામતભાઇ આલાભાઇ રાઠોડ અને સ્વ. કરશનભાઇ દુલાભાઇ ઓડેદરાના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો રજુ કરવામાં આવ્યા હતાં ત્રણ દિવસના આ સત્રમાંથી પ્રશ્ર્નોત્તરીની બાદબાકી કરવામાં આવી છે. કોંગ્રેસે ભૂપેન્દ્ર પટેલ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યેા છે. ગૃહમાં વિપક્ષના નેતા અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહની બહાર દેખાવો કર્યા હતા અને સરકારના વિરોધમાં લોકશાહીની હત્યા બધં કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ટૂંકી મુદતનું સત્ર બોલાવવું, પ્રજાના પ્રશ્ર્નો વિરોધ પક્ષ ઉઠાવી ના શકે તે માટે પ્રશ્ર્નોતરી કાઢી નાંખવામાં આવે, અકિાંડનો પ્રશ્ર્ન હોય, આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય, ડ્રગ્સની વાત હોય, ભૂતિયા શિક્ષકો અને ભૂતિયા કચેરીઓના મુદ્દા પર કોંગ્રેસના ધારાસભ્યોના સવાલોના જવાબ મંત્રીઓ આપી શક્તા નથી.
તેમણે ઉમેયુ હતું કે, વિધાનસભા લોકશાહીનું મંદિર છે. ગુજરાતની જનતા ટેક્સ ભરે છે. પ્રજાના આ પરસેવાના પિયાથી સરકારની તિજોરી ભરાય છે અને મુખ્યમંત્રીથી લઈને સરકારી કર્મચારીઓના પગાર ચૂકવાય છે. જે બજેટમાંથી વિકાસ માટે ફડં ફાળવવામાં આવે છે ત્યારે પ્રજાના પરસેવાના પિયાનો વેડફાટ થઈ રહ્યો છે. ભાજપના રાજમાં ભ્રષ્ટ્રાચાર શિષ્ટ્રાચાર બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચારે બાજુ અધિકારીઓનું રાજ ચાલે છે. જે પ્રજા આ સરકારના ભ્રષ્ટ્રાચારનો ભોગ બની રહી છે. રાજકોટનો ટીઆરપી ગેમ ઝોનનો અકિાંડ હોય, તક્ષશિલા કાંડ હોય, મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુર્ઘટના હોય કે વડોદરાની બોટ દુર્ઘટના હોય, આ ઘટનાઓની ગૃહમાં ચર્ચા થવી જરી છે. રાયમાં ભ્રષ્ટ્રાચારની વિધાનસભામાં ચર્ચા થવી જરી છે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાયમાં દૂધ નથી મળતું અને દા ખુલ્લ ેઆમ મળી રહ્યો છે. આ સિવાય, કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય, ગુજરાત ડ્રગ્સનું હબ બની રહ્યું છે, નકલી કચેરી, નકલી અધિકારી, નકલી હત્પકમોના કૌભાંડોની ચર્ચા જરી છે. મુલસાણાનું જમીન કૌભાંડ, કચ્છની ગોચર જમીનનું કૌભાંડ, સુરતનું ડુમસનું જમીન કૌભાંડમાં કોણ સંડોવાયેલું છે તેની ચર્ચા ગૃહમાં થવી જરી છે. મોંઘવારી, મંદી, પરીક્ષાના નામે યુવાનો સાથે છેતરપિંડી જેવા પ્રજાના મુદ્દાઓની ચર્ચા માટે કોંગ્રેસના ધારાસભ્યો દ્રારા ગૃહમાં સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
તેમણે ૧૧૬ની નોટીસો આપી હતી. પરંતુ રાય સરકારે ટૂંકી મુદતનું સત્ર બોલાવ્યું, પ્રજાના મુદ્દાઓ ઉઠાવી ના શકાય તે માટે પ્રશ્ર્નોત્તરી કાઢી નાખવામાં આવી. પ્રજાના લગતા મુદ્દાઓના કોંગ્રેસે પૂછેલા પ્રશ્ર્નોના મંત્રીઓ જવાબ આપી શક્તા નથી. રાજય સરકાર બહુમતીના જોરે સત્ર ટૂંકું કરીને ચાલવા માગે છે ત્યારે અમે ગૃહની અંદર અને બહાર પ્રજાના પ્રશ્ર્નો ઉઠાવતા રહીશું અને વિરોધ કરીશું.