લુણાવાડા,
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 નું મતદાન તા. 01/12/2022 (પ્રથમ ચરણ) તથા તા. 05/12/2022 (દ્વિતીય ચરણ) રોજ યોજાનાર છે. તા. 03/11/22થી આદર્શ આચાર સંહિતા (Model Code of Conduct) અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- ગુજરાત નશાબંધી અધિનિયમ,1949 અન્વયે રાજયમાં તા.03/11/ 2022 થી તા.11/ 11/ 2022સુધી કુલ 10,150 કેસો કરવામાં આવેલ છે. જેમાં 8,346 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં 8,38,060 રૂ. નો દેશી દારૂ 4,05,90,325 રૂ. નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા 6,04,22,321 રૂ. અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા 10,18,50,706/- નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે.
- રાજ્યમાં Criminal Procedure Code, 1973 હેઠળ 78,386 કેસો, GujaratProhibition Act, 1949 હેઠળ 14,215 કેસો, Gujarat Police Act, 1951 હેઠળ 1050 કેસો તથા PASA Act,1985 હેઠળ 470 કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ 94,121 અટકાયતી પગલાં લેવામાં આવેલ છે.
- રાજ્યમાં કુલ 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી 47,682 (85.69%)હથિયારો જમા લેવામાં આવેલ છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે.
- રાજયમાં તા. 03 /11/2022 થી આજ દિન સુધી કુલ 16,305 Non Bailable Warrant ની બજવણી કરવામાં આવેલ છે.
- રાજ્યમાં The Arms Act, 1959 હેઠળ 26 ગેરકાયદેસર હથિયાર તથા 49 ગેરકાયદેસર દારૂગોળા જમા કરવામાં આવેલ છે.
- રાજ્યમાં NDPS Act, 1985 હેઠળ કુલ 17 કેસો નોંધી, કુલ 1,01,25,564/-નો 129.86 કિ.ગ્રા.નો ગઉઙજ પદાર્થ પકડવામાં આવેલ છે.
- રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ, 1638 Static Surveillance Teams તથા પ86 Flying Squads કાર્યરત છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં ગેરકાયદેસર કેશ રૂપિયા/ઘરેણા ને લગતા વલસાડ, અમદાવાદ શહેર, ભરૂચ જિલ્લા તથા સુરત શહેર ખાતે 05 કેસો નોંધવામાં આવેલ છે. જેમાં 48,83,000/- રૂપિયાની કેશ તથા 37,73,565/- રૂપિયાની કિંમતના ઘરેણાં એમ કુલ મળીને 86,56,565/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી Income Tax Department જાણ કરવામાં આવેલ છે.