ગુજરાત વિધાનસભા ચૂંટણી મહાસંગ્રામ : દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા બેઠકો પર 19 ફોર્મ ભરાયા

  • ભાજપ-કોંગ્રેસ- આમ આદમી પાર્ટી તેમજ ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવારોએ રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરી નામાંકન દાખલ કર્યા.
    દાહોદ,
    ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022નો રંગ પ્રજા માનસમાં જામતો જાય છે અનેક અસમંજસ અને અટકળો વચ્ચે ઉમેદવારી પત્રો ભરવાના દ્વિતીય દિવસે દાહોદ જિલ્લાની 6 બેઠકો માટે 18 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આમ, ચૂંટણી મેદાનમાં કુલ 19 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. 132 દાહોદ વિધાનસભા બેઠક પર આજે ભરાયેલા ઉમેદવાર પત્રો પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વજુભાઈ પણદા, ભાજપના કનૈયાલાલ કિશોરીએ, આમ આદમી પાર્ટીના ડો. દિનેશભાઈ મુનિયા, બીટીપીના દેવેન્દ્રભાઈ મેડા પોતાના સમર્થકો સાથે રેલી સ્વરૂપે પ્રાંત ઓફિસ પહોંચી પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.