ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર અંતર્ગત દાહોદમાં સભા યોજાઈ

રૂપાલા તેમજ અર્જુન મુંડાની દાહોદમાં જનસભા યોજાઈ.

દાહોદ,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર અંતર્ગત ભારત સરકારના કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત જનમેદની દ્વારા સંકલ્પ પત્ર લેવામાં આવ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યારે બીજા તબક્કામાં આગામી પાંચમી ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા બેઠકો કબ્જે કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા તેમજ અર્જુન મુંડા ઉપસ્થિત રહ્યા હતા.આ સભામાં દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોરે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ સભામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પોતાની આગવી છટામાં કહ્યું કે આ ગુજરાત અગ્રેસર સંકલ્પ યાત્રા માટે હું હમારા ભાજપ ના અંગ્રનીઓનો આભાર માનું છું અને આજે આપડા કેન્દ્રીય ટ્રાઈબલ અફેર્સ મિનિસ્ટર અર્જુન મુંડા માત્ર ઝારખંડના નહિ તેઓ સમગ્ર ભારતના આદિવાસી નેતા છે અને તેમને કહેતા મને ગર્વ થાય છે કે આદિવાસી જનજાતિ લાગતી જે નીતિઓ બની છે અથવા ઘડવામાં આવી છે. તે તમામ નીતિઓમાં અર્જુન મુંડા નો સહકાર હોય છે અને તે આ કમિટીના ઉપસ્થિત હોય છે.

તેમને કહ્યું કે નરેન્દ્ર મોદી એ કપરા કાળમાં દેશ અને વિદેશના લોકોને મદદ કરી અને પડખે ઊભા રહ્યા છે. અર્જુન મુંડા દેશના મોટા આદિવાસી નેતા છે અને તેઓ પણ આદિજાતિ વિકાસ માટે કમો કરી રહ્યા છે. તેમને વડાપ્રધાન મોદીની કારી છેલ્લી તેમાં દૂરદ્રષ્ટાને વાત કરતા ભારત યુકેની યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા 20,000 વિદ્યાર્થીઓને તિરંગાના સહારે ભારત સુરક્ષિત લાવવામાં આવ્યા હતા. તે ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લીધે થયું હતું. વડાપ્રધાન મોદી તેમજ તિરંગાને યાદ રાખી આગામી પહેલી ડિસેમ્બર તેમજ પાંચમી ડિસેમ્બરના રોજ કચકચાવીને કમળના નિશાન પર બટન દબાવી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા માટે હાકલ કરી હતી. તેમજ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા એ કહ્યું કે ભાજપ દ્વારા આદિવાસીઓ ને યાદ કરવામાં આવ્યા છે જેના પરિણામ છે ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, બિર્સા મુંડા યુનિવર્સિટી બનાવી છે પરંતુ ભૂતકાળમાં ભાજપ રાજ નહોતું ત્યારે એ લોકોએ આદિવાસીઓ ને તેમના બલિદાનને ભૂલાવ્યું છે એટલે જ્યારે હવે તમારો મત અધિકાર નો ઉપયોગ કરવાનો છે ત્યારે ભાજપને મત આપી મજબૂત બનાવીએ જેથી ભાજપે આદિવાસીઓ ને જે સન્માન મળ્યું છે અને એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવમાં આવી છે ત્યારે આપડડી ફરજમાં આવે છે કે આપડે ગર્વ લેવો જોઈએ અને ભાજપ ને મત આપી આપડે આદિ જાતને વધુ મજબૂત કરવા જોઈએ.