ગાંધીનગર, ગાંધીનગરમાં આવેલી ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રી ભાનુબેન બાબરીયા હાજરીમાં ’તેજસ્વિની વિધાનસભા’ની શરૂઆત થઇ હતી. જેમાં ૧૮૨ વિદ્યાર્થીનીઓએ વિધાનસભાનું સંચાલન કર્યુ.

દેશની દીકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિ વર્ષ ૨૪ જાન્યુઆરીને સમગ્ર દેશમાં આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે વિધાનસભાગૃહમાં પણ આજે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતુ. ગુજરાતમાં પ્રથમ વખત આજે ૧ કલાક ગુજરાત વિધાનસભાનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું.

આજની વિધાનસભામાં વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી પદ અને વિપક્ષ સહિતની જવાબદારી બાલિકાઓએ સંભાળી હતી. વિશ્વ બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે આ ખાસ તેજસ્વિની વિધાનસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બાલિકા દિવસને લઈને મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું.

લોકશાહી અને સંસદીય પ્રણાલીથી લોકો માહિતગાર થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તેજસ્વિની વિધાનસભામાં દિકરીઓના જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી, સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા દિકરીઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ દિવસને બાલિકાઓ માટે વધુ ખાસ બનાવવા મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે વિધાનસભાગૃહ ખાતે આ ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતુ.