ગોધરા,
કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાત કરતાની સાથે રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ છે. આચાર સંહિતા લાગુ થતાં પંચમહાલ જીલ્લામાં ગોધરા સહિતના જાહેર સ્થળોએ રાજકીય પક્ષોના બેનરો હટાવી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં વિધાનસભાની ચુંટણી બે તબકકામાં યોજાનાર છે. પ્રથમ ચરણનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબકકાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણના હાથ ધરનાર છે. ચુંટણીની જાહેરાત સાથે જ રાજકીય પક્ષોમાં ચહેલ પહેલ સાથે રાજકીય ગરમાવો આવ્યો છે. પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ભાજપ, કોંગે્રસ અને આમ આદમી પાર્ટીની ઉમેદવારોની જાહેરાત ઉપર મીટ મંડાઈ છે. પંચમહાલ જીલ્લામાં વિધાનસભાની ચુંટણીલક્ષી મતદારોનો જોક કોની તરફ રહેશે તે હાલ સુધી કળી શકાયું નથી. હવે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ જીલ્લામાં વિધાનસભાની ચુંટણીનો માહોલ જામશે. આમ, તો સામાન્ય રીતે છેલ્લા છ માસ અગાઉ થી રાજકીય પાર્ટીઓ પ્રજાનો સંપર્ક બનાવી રહ્યા હતા. પરંતુ ચુંટણી જાહેરાત સાથે રાજકીય પક્ષોને ટુંકા દિવસો અને ઝાજાવેશ જેવી સ્થિતી થશે.