ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા વિધાનસભાના ધારાસભ્ય વિશેષ ઉપસ્થિતિમાં લુણાવાડા ખાતે બાઈક રેલી અને કાર્યકર્તા સંમેલન યોજાયું

લુણાવાડા, લુણાવાડા મુકામે પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રાજપાલસિંહના પ્રચાર અર્થે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ રેલી સ્વરૂપે બેતાલીસ પાટીદાર સમાજ ઘર સુધી જોડાયા હતા. રેલીનું સુંદર આયોજન હર્ષભાઈ દવે કર્યું હતું. સાથે જીલ્લા પ્રભારી કનુભાઈ પટેલ, મહીસાગર ભાજપ પ્રમુખ દશરસિંહ બારિયા, જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્યો કાળુભાઈ માલીવાડ, જીજ્ઞેશભાઇ સેવક સેવક, હીરાભાઈ પટેલ, જીજ્ઞેશભાઇ પાઠક, પૂર્વ પ્રમુખ જય પ્રકાશભાઈ પટેલ, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભલવેન્દ્રભાઈ પટેલ, મુળજીભાઈ રાણા, પુસરી ગ્રામ પંચાયતને દેશમાં ચમકાવનાર હિમાંશુભાઈ પટેલ, લુણાવાડા તાલુકાના સરપંચો, ડે.સરપંચો અને કાર્યકર્તા ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. જીલ્લાના એસ.સી. મોરચાના પદાધિકારીઓની બેઠક લીધી હતી. જીલ્લાના સ્વામીવિવેકાનંદ બોર્ડના સંયોજકની બેઠક થઈ હતી. જીલ્લા સંયોજક રાજપાલસિંહ અને ટીમને શુભ કામનાઓ પાઠવી હતી. લુણાવાડા વિધાનસભા બેઠકના કાર્યકર્તાઓની પરિચય બેઠક વેચાતભાઈ બારીયા પૂર્વ ધારાસભ્ય પાવી જેતપુરએ લીધી હતી.