ગુજરાત યુનિવર્સિટી માં કરોડોના ખર્ચે તૈયાર થયેલા આધુનિક ટેનિસ કોર્ટની દયનીય હાલત

અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી ના સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલું ટેનિસ કોર્ટ જંગલી વનસ્પતિયુક્ત બની અત્યારે ખંડેર હાલતમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. કોવિડ વખતે બનીને લગભગ તૈયાર થઈ ચૂકેલા આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડવા લાગ્યા છે. ૭ આધુનિક ટેનિસ કોર્ટ તૈયાર હોવા છતાં વિદ્યાર્થીઓ કે ખેલાડીઓ તેનો ઉપયોગ કરી શકે તેવું દેખાતું જ નથી.

૭ આધુનિક ટેનિસ કોર્ટ તૈયાર હોવા છતાં વિદ્યાર્થીઓ કે ખેલાડીઓ તેનો ઉપયોગ કરી શકે તેવું દેખાતું જ નથી. સંચાલકો દ્વારા રમતના મેદાન અને ખેલાડીઓ પ્રત્યેની લાપરવાહી રાજ્યના ભવિષ્યના ખેલાડીઓનું ભાવિ ધૂંધળુ જ રહેશે તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.

ગુજરાત રાજ્યની સૌથી જૂની, સૌથી મોટી અને નંબર ૧ કહેવાતી ગુજરાત યુનિવસટીની વાસ્તવિક્તા કંઈક અલગ જ છે. ગુજરાત યુનિવસટી કેમ્પસમાં કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જંગલી વનસ્પતિઓ અને કચરો ફેંકવાનું સ્થાન બન્યું છે. કોરોના કાળ સમયે બનીને લગભગ તૈયાર થઈ ચૂકેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની હાલત ભૂતિયા કોમ્પ્લેક્ષ જેવી બની છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાંથી ભ્રષ્ટાચારના પોપડા ઉખડવા લાગ્યા છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ગુજરાત યુનિવસટીના અલગ અલગ ભવનોમાં ચાલતા કામકાજમાં નીકળતો કચરો ફેંકવાની જગ્યા બન્યું છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની અંદરની તરફ ૭ આધુનિક ટેનિસ કોર્ટ બનીને તૈયાર છે, પરંતુ વિદ્યાર્થીઓ અથવા ખેલાડીઓ માટે કોઈ જ કામના નથી.

મુખ્ય ટેનિસ કોર્ટમાં ૨ હજાર જેટલી દર્શકોની બેઠક વ્યવસ્થા તેમજ ખેલાડીઓના રોકાણ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. મુખ્ય ટેનિસ કોર્ટમાં જ જંગલી વનસ્પતિઓ ઊગી નીકળી છે, તમામ ખુરશીઓ પર માત્ર ધૂળ અને પક્ષીઓની ચરક જોવા મળી રહી છે. કોરોનાકાળ સમયે તૈયાર થઈ ચૂકેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના લાભથી ગુજરાત યુનિવસટીના વિદ્યાર્થીઓ સહિત ખેલાડીઓ આજ દિન સુધી વંચિત રહ્યાં છે.