અમદાવાદ,ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ કેન્સર સામેની લડાઈમાં ટેકો આપવા માટે ૧૫મી મેના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગની હોમ મેચ દરમિયાન જાંબલી રંગના વો પહેરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં હાદક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે.
આઇપીએલમાં ઘરઆંગણે આ તેની છેલ્લી મેચ હશે. આ પહેલનો ઉદ્દેશ્ય લોકોમાં કેન્સર જેવી બીમારી વિશે જાગૃતિ લાવવાનો છે. ભારતમાં અને વિશ્ર્વમાં કેન્સરને કારણે દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામે છે. અહીં જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જાંબલી રંગ તમામ પ્રકારના કેન્સરનું પ્રતીક છે અને તે આ ભયંકર રોગથી પ્રભાવિત લોકોને યાદ અપાવે છે. રીલીઝ મુજબ, ગુજરાત ટાઇટન્સનો હેતુ જાંબલી રંગનો ડ્રેસ પહેરીને લોકોમાં આ રોગની વહેલાસર ઓળખ અંગે જાગૃતિ લાવવાનો છે.