ગુજરાત તીરગર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા લુણાવાડા ખાતે સત્કાર સમારોહ યોજાયો

લુણાવાડા,મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ગુજરાત સમાજ વિકાસ દ્વાર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે સમસ્ત ગુજરાતના તેજસ્વી તારલાનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો અને આગળ ભણવા માટે પ્રોત્સાહન પણ આપ્યું. તેમાં જેમાં લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાતના સમગ્ર તીરગર સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વય નિવૃત્તિ રમત ગમત કલાક ક્ષેત્ર સામાજિક ક્ષેત્ર રાજકારણ ક્ષેત્રે આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું.