- આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી લેવામાં
મુંબઇ, ગુજરાતથી મુંબઈ જતી મેલ ટ્રેનમાં ગોળીબાર થયો હતાં આ ઘટના ચાલતી ટ્રેનમાં બની છે, જેમાં ૪ લોકોના મોત થયા છે. આ ઘટના મુંબઈના વાપી વિસ્તારથી બોરીવલી વચ્ચે બની હતી, ફાયરિંગ કરનાર કોન્સ્ટેબલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ જયપુર મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં ફાયરિંગ કરનાર આરપીએફનો કોન્સ્ટેબલ જ હોવાનું જણાય રહ્યું છે. આ ફાયરિંગની ઘટનામાં ૪ લોકોના મોત થયા છે. જેમાં એક આરપીએફ સહિત ૩ પેસેન્જરના મોત થયા છે.
મળતી માહિતી મુજબ આરપીએફના કોન્સ્ટેબલ ચેતને ટ્રેનની અંદર આ ફાયરિંગ કર્યું છે. મામલો જયપુર-મુંબઈ સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનો જણાવવામાં આવી રહ્યો છે. આ ફાયરિંગ ત્યારે થયું જ્યારે ટ્રેન બોરીવલીથી મુંબઈના મીરા રોડ સ્ટેશન જઈ રહી હતી. હાલ આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે.
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આરોપી કોન્સ્ટેબલ ચેતને તેના ઓફિસર એએસઆઈ ટીકારામ સાથે બોલાચાલી થઈ હતી જે બાદ મામલો હાથમાંથી નીકળી ગયો હતો અને તેણે તેના પર ગોળીબાર કર્યો હતો. આરોપી અહીંથી ન અટક્યો, તેણે નજીકના ૩ મુસાફરો પર પણ ફાયરિંગ કર્યું. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના બાદ ટ્રેનના કોચમાં બાકીના મુસાફરો ખૂબ જ ડરીને પોતપોતાની જગ્યાએ બેસી રહ્યા.
સવારે લગભગ ૫ વાગ્યે ટ્રેનમાં આ ફાયરિંગ થયું હતું, ત્યારબાદ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પહોંચી હતી. ટ્રેનની મ્૫ બોગીમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આખી બોગીમાં ઘણી જગ્યાએ લોહીના ડાઘા સ્પષ્ટ દેખાતા હતા. ઘટનાસ્થળે પહોંચેલી તપાસ ટીમે બોગીને સીલ કરી દીધી છે અને બોગીની અંદરથી ગુનાના પુરાવા કબજે કર્યા છે.જણાવવામાં આવી રહ્યું છે કે ફાયરિંગ કરનાર વ્યક્તિની ઓળખ આરપીએફ કોન્સ્ટેબલ ચેતન તરીકે થઈ છે. ચેતન એસ્કોર્ટ ડ્યુટી પર તૈનાત હતો. ફાયરિંગ કર્યા બાદ તેણે ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. જો કે મીરા રોડ બોરીવલી પાસે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોન્સ્ટેબલ ચેતન પોતાની ટ્રાન્સફરથી નારાજ હતો. તેની ગુજરાતથી મુંબઈ બદલી કરવામાં આવી હતી આથી તેનો પરિવાર ગુજરાતમાં હતો અને તેને મુંબઈ ટ્રાન્સફર કરાતા માનસીક રીતે પરેશાન હોવાનિા કારણે તેને એએસઆઇ પર ફાયરિંગ કર્યુ હોવાની માહિતી મળી રહી છે. બોરીવલી રેલ્વે સ્ટેશનથી, ચાર મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.