- દુકાનો તથા વાણિજ્ય સંસ્થાઓમાં કામ કરતા કામદારોને ચૂંટણીમાં મતદાન માટે રજા આપવાની રહેશે.
ગોધરા, રાજસ્થાન રાજ્યમાં તા.26/04/2024, શુક્રવારના રોજ, મધ્યપ્રદેશ રાજ્યમાં તા.13/05/2024, સોમવારના રોજ અને મહારાષ્ટ્ર રાજ્યમાં તા.13/05/2024, સોમવારના રોજ તથા તા.20/05/2024, સોમવારના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી- 2024 માટે મતદાન થનાર છે.
આથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના વતની હોય અને નોકરી ધંધા માટે ગુજરાત રાજ્યમાં રહેતા હોય તેવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ્સ એકટ હેઠળ સ્થાનિક સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અને સહકારી બેંકો, રાજ્ય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ, રેલ્વે, ટેલિફોન, તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ/કચેરીઓને ચુંટણીના સંબંધિત દિવસે અઠવાડિક રજાની બદલીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને આવા કર્મચારીઓ શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા આપવાની રહેશે તેમ નોડલ અધિકારી માઈગ્રેટરી ઇલેકટર્સ અને મદદનીશ શ્રમ આયુક્ત ગોધરા- પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.