હાઈકોર્ટે ગુજરાત સરકારને સણસણતો સવાલ પૂછ્યો : તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે? અને લાઇનો કેમ લાગે છે?

high court

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ કોરોનાની સ્થિતિમાં ઈન્જેક્શનની કાળાબજારી, ઓક્સિજનની ઘટ, બેડની અછત જોવા મળી રહી છે આ મામલે સુઓ મોટોની અરજી થઈ હતી અને કોર્ટે ગુજરાત સરકારને આ અંગે જવાબ રજૂ કરવાનું કહ્યુ હતુ જેમાં સરકારે 61 પાનાનું સોંગધનામું રજૂ કર્યુ હતુ અને કહ્યુ હતુ કે સરકાર બનતા બધા પ્રયાસ કરી રહી છે પણ હાઈકોર્ટે પણ તેમને સણસણતા સવાલ કર્યા હતા અને કહ્યુ હતુ કે સરકારે માધ્યમો પ્રસારિત થતા સમાચારો અને વાસ્તવિક સ્થિતિ અંગે કોર્ટને જવાબ આપવો જોઈએ. અને આજે આ અંગેની સુનાવણી ચાલતી હતી જેમાં હોસ્પિટલોમાં ખાલી બેડ અંગે કોર્ટે સવાલ પૂછ્યો હતો.

હાઈકોર્ટે ગુજરાત સરકારને સણસણતો સવાલ પૂછ્યો હતો કે, તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે? અને લાઇનો કેમ લાગે છે? દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવે. કોઇ દર્દીને હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં ન ઉભુ રહેવુ પડે તેવી વ્યવસ્થા કરો

AGએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવાની કેન્દ્રિય વ્યવસ્થા છે. મોટેભાગે આ વ્યવસ્થા મહાપાલિકા સંભાળે છે. કલાકો સુધી દર્દીઓને રાહ જોવી પડે એવી સ્થિતિ નથી. એમ્બ્યુલન્સમાં દર્દી બેસે ત્યારે ઘણીવાર નક્કી નથી હોતું કે કઈ હોસ્પિટલમાં જવું. એમ્બ્યુલન્સ ખુદ હોસ્પિટલમાં તપાસ કરે છે અને કયાંય જગ્યા નથી મળતી એટલે સિવિલમાં આવે છે.

શું કહે છે સરકાર?

સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યુ છે. જેમાં ગુજરાત સરકારે જણાવ્યુ છે. કોરોનાની કથળેલી સ્થિતિ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે લીધેલી સુઓમોટો મામલે રાજ્ય સરકારને કોર્ટમાં સોગંદનામું કર્યું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ 61 પાનાનું સોગંદનામું રજુ કર્યું છે. આ સોગંધનામામાં રાજ્યમાં બેડની અછત નહીં સર્જાતી હોવાનો રાજય સરકારે દાવો કર્યો છે.

ગુજરાત પૂરતા બેડ છે

સરકારનું કહેવું છે કે, રાજ્ય દર્દી માટે પૂરતા બેડ ઉપલબ્ધ છે. અમદાવાદની 142 હોસ્પિટલમાં 6,283 બેડ ઉપલબ્ધ હોવાનો સરકારે દાવો કર્યો છે. ખાનગી ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં 20 ટકા રિઝર્વ કરેલા બેડના પૈસા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂકવશે. આ સિવાય અમદાવાદમાં 900 બેડની ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ 2 અઠવાડિયામાં ઉભી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. મોરબીમાં સાડા 550 બેડની બે કોવિડ હૉસ્પિટલ ઊભી કરવાનું જણાવ્યું છે.