ગુજરાત સરકારે વર્ગ-૪ના કર્મચારીઓને એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો

અમદાવાદ,ગુજરાત સરકારે તાજેતરમાં જ ફિક્સ પે કર્મચારીઓના વેતનમાં ૩૦ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.ત્યારે હવે વર્ગ-૪ના કર્મચારીઓને દિવાળીની ભેટ આપીને સરકારે બોનસ ચૂકવવાની જાહેરાત કરી છે.નાણાં વિભાગની યાદીમાં વર્ગ-૪ના કર્મચારીઓને એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવાયું છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે તેમ નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને ૭૦૦૦ ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે.આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઇન એઇડ (માન્યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના અદાજે ૨૧૦૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.