ગુજરાત સરકાર પર ૩.૨૦ લાખ કરોડનું દેવું, ગુજરાતમાં પ્રતિ વ્યક્તિ પર ૫.૧૧ લાખનું દેવું

ગાંધીનગર,

ગુજરાત પર ૩ લાખ ૨૦ હજાર કરોડ રૂપિયાથી પણ વધુનું દેવું છે. ગુજરાત સરકારે વિધાનસભામાં બજેટ સત્રમાં ચર્ચા કરતા સમયે સરકારે ૨૩ હજાર કરોડ રૂપિયાથી વધુ વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. રાજ્યમાં પ્રતિ વ્યક્તિ પર ૫૧૧૧૬૬ નું દેવું છે.

નાણામંત્રી નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, નિયમો મુજબ રાજ્યો તેમના જીડીપીના ૨૭ ટકા ઉધાર લઈ શકે છે, જ્યારે ગુજરાતે માત્ર ૧૫ ટકા જ લીધું છે. રાજ્ય પર ૩ લાખ ૨૦૮૧૨ કરોડનું દેવું છે, વર્ષ ૨૦૨૧-૨૨માં સરકારે લોનના બદલામાં વિવિધ ધિરાણર્ક્તાઓને રૂપિયા ૨૩૦૬૩ કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું. ગુજરાત સરકાર પર કેન્દ્ર સરકાર પાસેથી રૂપિયા ૯,૧૩૬ કરોડની ટેક્સની જવાબદારી છે.

રાજ્યમાં પેટ્રોલ પર ૧૩.૭ ટકા ટેક્સ લાગે છે રાજ્ય સરકારે ગત નાણાકીય વર્ષમાં પેટ્રોલ પર રૂપિયા ૧૨૦૪૮ કરોડ, ડીઝલ પર રૂપિયા ૨૬૬૮૨ કરોડ, સીએનજી પર રૂપિયા ૩૮૯ કરોડ અને પીએનજી પર રૂપિયા ૧૨૬ કરોડનો ટેક્સ વસૂલ્યો હતો. રાજ્યમાં પેટ્રોલ પર ૧૩.૭ ટકા ટેક્સ લાગે છે, જ્યારે ડીઝલ પર રાજ્યમાં ૧૪.૯ ટકા ટેક્સ લાગે છે.