ગુજરાત સરકારના મંત્રીની તબિયત લથડી, નાસ્તો કરતા સમયે બીપી વધી ગયું

રાજ્ય સરકારના મંત્રી ભીખુજી પરમારની તબિયત આજે વહેલી સવારે એકાએક લથડી જતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સવારે તેઓ પોતાના ઘરમાં ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. તેમજ માથામાં દુખાવો ઉપડ્યો હતો. તેથી તેઓને યુએન મહેતામાં ચેકઅપ માટે લઈ જવાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે ગુજરાત રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી લથડી હતી. છાતીમાં ગભરામણ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મંત્રી ભીખુસિંહ પરમાર હાલ સારવાર હેઠળ છે. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત સ્થિર હોવાની માહિતી મળી છે. ભીખુસિંહ પરમાર રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છે.

એ યાદ રહે કે થોડા સમય પહેલા ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની મતદાન બાદ તબિયત લથડી હતી. રામ મોકરિયા રાજકોટથી અમરેલી જવા નીકળ્યા હતા, તેઓ પરસોત્તમ રૂપાલાને મળવા જવા નીકળ્યા હતા. પરંતું તે પહેલા જ રામ મોકરિયાની રસ્તામાં તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. રામ મોકરિયાને આટકોટ કે.ડી પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.