ગુજરાત સરકારના ૧૨ સનદી અધિકારીઓની ચાર રાજયના ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપાઇ

ગાંઘીનગર: આગામી દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિજોરમ તેમજ તેલંગાના ખાતે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યના 12 સનદી અધિકારીઓને ચાર રાજ્યના ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, તેલંગાનામાં ભાષા ખૂબ જ મહત્વનો મુદ્દો હોવાથી એક પણ અધિકારી તેલંગાના જશે નહીં.

ચાર અધિકારીઓ રાજસ્થાન, ત્રણ અધિકારીઓ મધ્યપ્રદેશ, ત્રણ અધિકારીઓ છત્તીસગઢ અને બે અધિકારીઓ મિઝોરમમાં ફરજ બજાવે રહ્યા છે. આ ચાર રાજ્યો ઉપરાંત તેલંગાણા ખાતે વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. અલબત્ત ભાષાકીય તકલીફને લીધે રાજ્યના કોઈ અધિકારીને ચૂંટણીની જવાબદારી સોંપાઇ નથી.

રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કુલ 19 જેટલા અધિકારીઓના નામોની યાદી કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલવામાં આવી હતી. જે પૈકીના બે અધિકારીઓના નામ પાછળથી ઉમેરવામાં આવતા તેની સામે બાર અધિકારીઓના નામ પર મંજૂરીની મહોર લગાડવામાં આવી છે.

રાજસ્થાન ચૂંટણી દરમિયાન હર્ષદ પટેલ, બીએચ તલાટી, એ બી રાઠોડ અને સીબી બલાત ફરજ બજાવશે. જ્યારે મધ્ય પ્રદેશમાં આલોક પાંડે, મનીષકુમાર એસ પી ભગોરાને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત છત્તીસગઢ માટે સિંગ રાકેશ શંકર અને એચ જે દેસાઈની નિમણૂંક થઈ છે. જ્યારે મિઝોરમ માટે સુઝલ મિયાત્રા અને રણજીથ કુમારના નામ સરકારને મોકલી આપવામાં આવ્યા છે. લિસ્ટ મુજબના હજુ સુધી અધિકારીઓને ચૂંટણીની કામગીરી સોંપાઈ નથી, એમાં બીપી ચૌહાણ, એસ કે મોદી, કે એસ વસાવા, એલ એમ ડીંડોડ અને લલિત નારાયણ સંધુને જવાબદારી સોંપાઇ નથી. આમ, અન્ય રાજ્યોની ચૂંટણીના પગલે ગુજરાત રાજ્યના અધિકારીઓ દિવાળી પછી કચેરીમાં ઉપલબ્ધ નહીં હોય.