ગાંધીનગર, ગુજરાત સરકાર બજેટ સત્રમાં જમીનના કાયદામાં સુધારા બીલ લાવશે. ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક ૨૦૨૪ ગૃહમાં રજૂ કરવામાં આવશે. ગુજરાતમાં હાલ ૩ જુદા-જુદા ગણોત વહીવટના કાયદા અમલમાં છે. કલમમાં સુધારા કરી ખેતીની જમીન બિનખેતી કરવા મંજૂરી અપાશે.
જમીન બિનખેતી કરવા માટે ૩૦મી જૂન ૨૦૧૫ અંતિમ તારીખ જાહેર કરાઈ હતી. કેટલાકને અરજી કરવાની બાકી હોવાથી જમીનનો હેતુફેર થઈ શક્યો નહોતો. ત્યારે હેતુફેર કરવાની સમયમર્યાદા વધારવા કાયદામાં સુધારો કરાશે. નવા કાયદાને કારણે ૨૦૧૫ પહેલા ખરીદેલી જમીનનો હેતુફેર કરી શકાશે. તો ધામક, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રની સંસ્થા જમીન બિનખેતી કરી શકાશે.