ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે નવા નિયમ મુજબ 10.20. અને 30 વર્ષ ની સળંગ નોકરી પછી ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવે

દાહોદ, દાહોદ જીલ્લાના સર્વાંગી વિકાસ માટે જીલ્લા પંચાયત હેઠળ વિવિધ કચેરીઓ કાર્યરત છેં જેમાં ગ્રામ સેવક શિક્ષકો આરોગ્ય કર્મચારી પશુપાલન તલાટી કામ મંત્રી જેવા અલગ અલગ ઘણા કર્મચારી કામ કરે છે. જેમાં થી મોટા ભાગના પ્રથમ ઉચ્ચતર ની પાત્રતા ધરાવતા કર્મચારીઓ છે. પરંતુ છેલ્લા 6 માસ થી વધુ સમયથી પ્રથમ ઉચ્ચતરની ફાઈલો જીલ્લા પંચાયત કચેરી હેઠળ ધૂળ ખાય છે. વારંવાર ઉઘરાણી કરવા છતાં કર્મચારીને હતાશા મળે છે. જીલ્લામાં ઓછા મહેકમ વચ્ચે રાત દિવસ સરકારના વિવિધ યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવા કામ કરતા સ્ટાફને પોતાના પ્રશ્ર્ન માટે વારંવાર જીલ્લાના અધિકારીઓ અને મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

જીલ્લા વિકાસ અધિકારી અને નવા જીલ્લા પ્રમુખ આ બાબતે રસ પૂર્વક કામ કરાવે તેવી માંગણી ઉઠી છે.