ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પીપીલગ સ્વામીનારાયણ મંદીરમાં યોગ કાર્યક્રમ યોજાયો

નડિયાદ,આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વામિનારાયણ મંદિર (BAPS) પીપલગ ના પરિસરમાં યોગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગકોચ, યોગટ્રેઈનર્સ અને 550 થી વધુ યોગસાધકોએ ભાગ લઈ યોગના વિવિધ આસનો કર્યા હતા.

આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સર્વ મંગલદાસ સ્વામી, સંતરામ મંદિરના સંત સત્યદાશજી મહારાજ, જીલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણભાઈ ચૌહાણ અને રમત વિકાસ અધિકારી મનસુખભાઈ તાવેથીયા, રાજ્ય યોગબોડેના મધ્ય જોનના ઝોન કોર્ડીનેટર ડો. જયનાબેન પાઠક, ખેડા જીલ્લાના યોગ કોર્ડીનેટર મીનલકુમાર પટેલ સહિત યોગસાધકો જોડાયા હતા.