
ગુજરાત સરકાર દ્વારા ગામ લોકોને મનોરંજન મળી રહે તેમજ સરકારની વિવિધ માહિતી મળે તે હેતુથી જેઠોલી ગામે લોકગીતો તેમજ ભજન માટે લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું. આ ડાયરા માં રમેશભાઈ બારોટ અને કિંજલબેન લાલજીભાઈ બારોટ દ્વારા ગામલોકોને સુંદર મજાના ભજનો ગાઈને ખુશ કરી લીધા હતા અને સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાઓની પણ ભજનોમાં જ સમાવેશ કરીને માહિતી આપેલ હતી. આ ડાયરા જેઠોલી સરપંચ દિપકભાઈ પંચાલ, ગામના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગામલોકો એકત્રિત થયા હતા.