ઝાલોદ,ઝાલોદ નગરના રહેવાસી હિતેશ.એચ.રાવત જે હાલ ગાંધીનગર ખાતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં જોઇન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે અને ઝાલોદ નગરના રહેવાસી હોવાથી નગરના સહુ લોકો માટે ગર્વ લેવાની વાત છે. સ્વભાવે બિલકુલ શાંત અને સરળ વ્યક્તિત્વ ધરાવતા હિતેશ.એચ.રાવત સદાય નગરના કોઈ પણ સામાજિક અને ધાર્મિક કાર્યોમાં ઉપસ્થિત રહેતા હોય છે તેમજ તેમના સમાજ, મિત્ર વર્તુળ તેમજ નગરના કોઈ પણ વ્યક્તિને જો કોઈ પણ જાતનું માર્ગદર્શન જોઈતું હોય તો તેઓ સદા તત્પર રહી સાચું અને સચોટ માર્ગદર્શન જરૂર આપતા હોય છે, તેમજ અવાર નવાર તેઓ પોતાના વતનમાં રજાના અવસરે ઝાલોદ આવતા હોવાથી તેમના મિત્રો સાથે મુલાકાત કરી પોતાની સાદગી છલકાવતા રહ્યા છે.
ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં જોઇન્ટ કમિશનર તરીકે ફરજ નિભાવતા હિતેશ.એચ.રાવત પોતાના અંગત કામે નગરમાં આવેલ હતા અને આજ રોજ તારીખ 30-04-2023 ના રોજ એક લગ્ન પ્રસંગમાં તેઓ આવેલ હતા. જોગાનુજોગ તેમનો જન્મદિવસ પણ હતો અને ત્યાં તેમના મિત્ર વર્તુળને ખબર પડતાં તાત્કાલિક કેક મંગાવી તેમના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી. તેમના મિત્ર વર્તુળ દ્વારા કેક કાપી તેમજ પુષ્પ ગુંચ્છ આપી તેમનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો.