
- મોટા પ્રમાણમાં અલગ અલગ જીલ્લાઓ માંથી શિક્ષકો આવી પ્રોગ્રામની સાર્થકતા સિદ્ધ કરશે.
ગુજરાત રાજ્ય કક્ષાનો સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત ઉલ્લાસ મેળાનું આયોજન તારીખ 29-07-2024 સોમવારના રોજ થનાર છે. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાશ મંત્રી કુબેર ડીંડોરના અધ્યક્ષ સ્થાન હેઠળ યોજાનાર છે. તેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ તેમજ પ્રફુલ્લ પાનસેરીયા તેમજ અતિથિ વિશેષ તરીકે સાંસદ જસવંત ભાભોર, જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ધારાસભ્ય મહેશ ભૂરીયા, કનૈયાલાલ કિશોરી, રમેશ કટારા, શૈલેષ ભાભોર, મહેન્દ્ર ભાભોર તેમજ સમસ્ત જીલ્લા વહીવટી તંત્ર ઉપસ્થિત રહેનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતને વિશ્વગુરૂ બનાવવાનો સંકલ્પ કરેલ છે, તે માટે નિરીક્ષરોને 21 સદીના નાગરિક તૈયાર કરવા નાણાકીય સાક્ષરતા, ડિજીટલ સાક્ષરતા, વ્યાપારી કૌશલ્ય વિકાસ અને પાયાની સુવિધામાં નિપુણ બને તે હેતુથી ઉલ્લાસ મેળાનું આયોજન દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામા કરવામાં આવેલ છે. એક આંકડા મુજબ દાહોદ જીલ્લામાં સહુથી વધુ નિરીક્ષરોની સંખ્યા જોવા મળેલ છે. 15 વર્ષ થી વધુ ઉંમરના લોકો સાક્ષર બને તે માટે વિવિધ પ્રયાસો કેવી રીતે કરવાં તેની વિસ્તૃત સમજ આપવામાં આવનાર છે.