કાલોલના વેજલપુર તુલસી એન્ટરપ્રાઈઝના સંચાલક અને માલિક સાથે મળી કંપનીના કંપાઉન્ડમાં પાછળના ભાગે જમીનમાં ખાડાઓ કરીને છેલ્લા 6 માસથી અલગ-અલગ કંપનીના જોખમી કેમીકલ વેસ્ટ જમીનમાં ખાલી કરાવી પર્યાવરણના નિયમોનો ભંંગ કરેલ હોય અને વેજલપુર તુલસી એન્ટરપ્રાઈઝ પાસે ટેન્કર ખાલી કરતાં પકડાઈ જઈ ગુનો કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશ નાગદા ગોલ્ડન કેમીકલ એજન્સીના માલિક સંચાલક અને વહીવટકર્તાએ વડોદરા નંદેસરી જીઆઈડીસીમાંં આવેલ સ્વાતી કલોરાઈડ પ્રા.લી.કંપની માંથી હાઈડ્રોકલોરાઈક એસીડ 30 ટકા થી 33 ટકાનો ટેન્કરમાં ભરી સ્વાતી કલોરાઈડ કંપની માંથી હિંમતનગર ખાતે આવેલ ઉર્વી ફાર્મા કંપનીમાં ખાલી કરવા અંગેનુંં બીલ તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓનલાઈન સાઈડ ઉપર મેનીફેસ્ટ જનરેટ કરી ઉર્વી ફાર્મા કંપની આકોદરા-હિંમતનગરના માલિકો તથા વહીવટકર્તાઓ પોતાની કં5ની બંધ હોવા છતાં ઓનલાઈન મેનીફેસ્ટ સ્વીકારી તેમજ ગોલ્ડન કેમીકલ કંપનીના વહીવટદારો દ્વાર ટેન્કરનુંં જીપીએસ કાઢી અન્ય પ્રાઈવેટ કીટ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગેરમાર્ગે દોરવા હિંમતનગર ઉર્વી ફાર્મા કંપની સુધી ગયા હતા અને બીજી તરફ ટેન્કર નંદેસરીથી વેજલપુર સુધી તુલસી એન્ટરપ્રાઈઝ કંપનીનું ખોટું બીલ બનાવ્યું હતું .
તથા ગુજરાત ફલોરો કેમીકલ કંપની દહેજનું ખોટું એનાલીસીસ સર્ટી બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી તુલસી એન્ટરપ્રાઈઝ વેજલપુરના સંંચાલક ખાલીદ કાચબા તથા માલિક સાથે મળીને કંપનીના કંપાઉન્ડમાં પાછળના ભાગે જમનીમાં ખાડા કરી છેલ્લા 6 મહિનાથી અલગ-અલગ કં5ની માંથી જોખમી કેમીકલ વેસ્ટ ભરી લાવી કેમીકલ જોખમી હોવાનું જાણતા હોવાનુંં જાણતા હોય તેમ છતાં જમીનમાં ખાલી કરી પર્યાવરણને નુકશાન કરી કેમીકલ જેવા જોખમી પ્રવાહીઓ અંગે નિષ્કાળજી દાખવી મનુષ્ય તથા પશુ-પંખીઓની જીંદગી જોખમાય તેવું કૃત્ય કરી પર્યાવરણના નિયમોનો ભં0ંગ કરી પોતાનો આર્થિક લાભ મેળવવા સારું તમામ આરોપીઓ સાહીર હુસેન મોહમદ સલીમ પીંજારા (રહે. નાગદા, જંકશન ચંબલ સાગર કોલોની), વિજય હડતાલી, ગોલ્ડન કેમીકલ એજન્સી નાગદા ઉજજૈન, ઉર્વી ફાર્મા કંપની આકોદરા, હિંમતનગરના માલિકો, તુલસી એન્ટર પ્રાઈઝ વેજલપુરના સંચાલક ખાલીદ કાચબા તથા માલિકે આર્થિક લાભ મેળવવા તમામ આરોપીઓ ભેગા મળી તુલસી એન્ટર પ્રાઈઝ વેજલપુર ખાતે ટેન્કર નંબર એમ.પી.09.એચજી.3595નું કેમીકલ જમીનમાં ખાલી કરતાં ઝડપાઈ જઈ ગુનો કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.