ગુજરાત પોલીસ માટે સૌથી મોટી ખુશખબર: પહેલી તારીખે પગાર વધારા સાથે જમા થશે રૂપિયા, સરકારે જાહેર કર્યો પરિપત્ર

  • ગુજરાતના પોલીસકર્મીઓ માટે ખુશખબર
  • નવો પગાર વધારો ચાલુ માસથી થશે લાગુ
  • સરકારે જીઆર કરી દેતા પોલીસબેડામાં ખુશી

ગુજરાતના પોલીસકર્મીઓ માટે સારા સમાચાર આવી ગયા છે. સરકારે અગાઉ જાહેર કરેલો પગાર વધારો 1 ઓગસ્ટથી લાગુ થશે. જે માટે ગુજરાત સરકાર સવાર જીઆર પણ બહાર પાડી દેવામાં આવ્યો છે.નવું પગાર ભથ્થું 1 ઑગસ્ટથી લાગુ થશે તેવો પરિપત્ર કરી દેવાતા પોલીસ પરિવારો તેમજ પોલીસ બેડામાં ખુશી વ્યાપી છે. આ નિર્ણયથી પોલીસકર્મીઓનો ચાલુ મહિનાનો પગાર વધીને આવશે

ગુજરાતના પોલીસ કર્મચારીઓના પગારમાં કોનો કેટલો વધારો?

  • ફિક્સ પગારદાર LRD-ASIનો વાર્ષિક પગાર 96 હજાર 150 વધ્યો 
  • અગાઉ LRD-ASIનો વાર્ષિક પગાર 2,51,100 હતો
  • હવે વધારા બાદ LRD-ASIનો વાર્ષિક પગાર 3,47,250 થયો
  • પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર રૂપિયા 52 હજાર 740 વધ્યો
  • અગાઉ પોલીસ કોન્સ્ટેબલનો પગાર વાર્ષિક 3 લાખ  63 હજાર 660 હતો
  • વધારા બાદ પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,16,400 થયો
  • પોલીસ હેડ કોન્સ્ટેબલના વાર્ષિક પગારમાં 58,740નો વધારો 
  • અગાઉ પોલીસ હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,36,654 હતો 
  • હવે વધારા બાદ પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4,95,394 થયો
  • ASIના વાર્ષિક પગારમાં 64,740 નો વધારો કરવામાં આવ્યો 
  • અગાઉ ASIનો વાર્ષિક પગાર 5,19,354 જેટલો હતો 
  • હવે વધારા બાદ ASIનો વાર્ષિક પગાર 5,84,094 થયો

મહત્વનું છે કે રાજ્ય સરકારની પોલીસ વિભાગને  15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ મોટી ભેટ આપવામાં આવી હતી. પોલીસ વિભાગના કર્મચારીઑ માટે પગાર વધારો મંજૂર કરતાં 550 કરોડના ભંડોળને મંજૂરી આપવામાં આવી હતી. જેનો લાગુ કરવાનો પરિપત્ર ન થતાં પોલીસકર્મીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. પણ આજે મોડી સાંજે નવા પગાર વધારાને લાગુ કરવાનો જીઆર બહાર પાડી દેવામાં આવ્યો છે. જેથી હવે પોલીસકર્મચારીઓનો ચાલુ માસથી જ પગાર વધારાનો લાભ મળશે.