
ગુજરાત સરકાર ગૃહ વિભાગની LRD ASI PSI જેવી સરકારી ભરતીઓમાં NCC નું A સર્ટિફિકેટ ધરાવનાર વિદ્યાર્થી ને 2 ગુણ, તેજ પ્રમાણે NCCનું B સર્ટિફિકેટ ધરાવનાર વિદ્યાર્થીને 3 ગુણ અને ¡ NCCનું C સર્ટિફિકેટ ધરાવનાર વિદ્યાર્થીને 5 ગુણ મળે તેના માટે ગુજરાત સરકાર ગૃહ વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીને હું ગુજરાતના લાખો યુવાનો વતી હું રજૂઆત કરૂં છું. સર્ટિફિકેટના આધારે માપદંડો તૈયાર કરી આવનારી ગુજરાત પોલીસની ભરતીમાં ઉપરોક્ત રજૂઆત મુજબનું ગુણ ફાળવણીનું માળખું તૈયાર કરી સરકાર જો લાખો યુવાનોના હિતમાં નિર્ણય કરશે તો વધુ યુવાનોને ગુજરાતની સેવા કરવાની તક મળશે. માટે સરકાર સત્તાવાર જાહેરાત કરી લાખો યુવાનોના હિતમાં નિર્ણય કરે તેવી અમારી માંગણી છે.