- ડીંગુચા ગામના પરિવારને અમેરિકા મોકલનારા બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ.
- બોબી પટેલની ઓફિસ અને નિવાસ સ્થાને તપાસ હાથ ધરી મહત્વના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે.
અમદાવાદ,
અમેરિકા-કેનેડા બોર્ડર પર ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન મોતને ભેટેલા પટેલ પરિવારની ઘટના બહાર આવ્યા બાદ કલોલ નજીકના ડીંગુચા ગામનું નામ આખીય દુનિયામાં ચર્ચામાં આવી ગયું છે. ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ગત મોડી રાત્રે ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી છે.ધરપકડ બાદ જીસ્ઝ્રએ બોબી પટેલની ઓફિસ અને નિવાસ સ્થાને તપાસ કરી હતી. આ દરમિયાન જીસ્ઝ્રએ મહત્વના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા.
યુએસ-કેનેડા બોર્ડર પર ગત ૧૯ જાન્યુઆરીએ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવા જતાં ભારે ઠંડીને કારણે થીજી જવાથી મૃત્યુ પામેલાં એક બાળક સહિતની ચારેય વ્યક્તિ ગુજરાતના ડિંગુચા ગામની હોવા અંગેની પુષ્ટિ કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે કરી હતી. આ અંગેની માહિતી તેમણે ભારતના હાઈ કમિશનને આપી હતી. જે બાદ ભારતના હાઈકમિશને જણાવ્યું હતું કે કેનેડાના અધિકારીઓએ ચાર મૃતકના મૃતદેહોની ઓળખ કરી લીધી છે. તેમનાં નામ જગદીશ બળદેવભાઈ પટેલ (ઉંમર-૩૯), વૈશાલીબેન જગદીશકુમાર પટેલ( ઉંમર-૩૭), વિહંગી જગદીશકુમાર પટેલ( ઉંમર-૧૧) અને ધામક જગદીશ કુમાર પટેલ (ઉંમર-૩) છે.
જે બાદ આ મામલે તપાસ કરતા એવું કારસ્તાન પોલીસને જાણવા મળ્યું છે કે જેણે ઉચ્ચ અધિકારીઓને પણ ચોંકાવી દીધા હતા. પરિવારના મૃત્યુ બાદ પોલસની તબસમાં એજન્ટ બોબી પટેલનું નામ સામે હતું. આ કેસ સાથે સંકળાયેલા ગુજરાત પોલીસના એક ઓફિસરે જણાવ્યું હતું કે, ભરત ઉર્ફે બોબી પટેલ ગુજરાતના સૌથી કુખ્યાત ઈલિગલ ઈમિગ્રેશન એજન્ટો પૈકીનો એક છે. તેની પાસે ૨૮ ગેરકાયદે પાસપોર્ટ છે અને તેમાંથી કેટલાકમાં તેની બાયોમેટ્રિક ઈન્ફોર્મેશન પણ છે. તેણે વિગતોમાં સામાન્ય ફેરફાર કરીને દેશના પશ્ર્ચિમ ભાગમાં આવેલી પાસપોર્ટ ઓફિસોમાંથી થોડા થોડા સમયના અંતરે વિવિધ પાસપોર્ટો બનાવડાવ્યા હતા. ઉત્તર ગુજરાતમાં થયેલા આઇઇએલટીએસના પેપર કૌભાંડની તપાસમાં પણ બોબી પટેલનું નામ આવ્યું હતું. આ સમગ્ર મામલો સામે આવ્યા બાગ બોબી પટેલ વોન્ટેડ હતો.