ગુજરાત ની જીવાદોરી ગણાતી નર્મદા કેનાલમાં એક સંધાયને તેર તુટે તેવી પરિસ્થિતીનું નિર્માણ

હાલોલ,હાલોલ-કાલોલ તાલુકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં બાકરોલ-શક્તિપુરા વચ્ચે કેનાલનાં વહેતા પાણીનાં પ્રવાહની સાઈટમાં ગણા લાબા સમયથી ગાબડાંઓ સર્જાતા ભયનો માહોલ. ધોવાણ અંગે નર્મદા નિગમ તંત્ર દ્વારા અસરકારક સમારકામ કરવાની લાપરવાહીને પગલે ધોવાણ વધતા સાઈટ તૂટીને મસ્ત મોટાં ગાબડાંઓનાં દ્રશ્યો સર્જાતા હોય છે. એકંદરે સમાચારોના માધ્યમથી પ્રકાશિત કરી તંત્રનું ધ્યાન દોરવામાં આવતાં તત્કાલિક તંત્ર દોડતું થઈ સમારકામ કરવાની કામગીરીમાં વળગી જતું હોય છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ-કાલોલ તાલુકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મેઈન કેનાલનાં શક્તિપુરા-બાકરોલ વચ્ચેની આઈપી સાઈટ 105 સીઆર પાસે ગણા લાબા સમયથી પાણીનાં વેહતા પ્રવાહની ઝાલકો થી પાસ-પાસેનાં અંતરમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ સાઈટનું ધોવાણ થતાં સીસી સાઈટ તૂટીને જતાં મસ્ત મોટાં ગાંબડાઓનાં અહેવાલો સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવતા તંત્ર દોડતું થયું હતું અને સાઈડ પર નાં ગાંડાઓને સિડવામાં આવ્યા છે. પરંતુ કહેવાતી કહેવત અનુસાર ” એક સંધાય ને તેર તુટે તેવી પરિસ્થિતી ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા કેનાલની સર્જાય છે. ટૂંક સમયમાં જ હાલોલ કાલોલ વિસ્તારમાથી પસાર થતી નર્મદા કેનાલમાં શકિત પૂરા પાસેથી વહેતી નર્મદા કેનાલમાં ગાબડા પડતાં તેનું પુરાણ કરી સમારકામ કરવામાં આવ્યું છે. ત્યાં તો રામેશરા થીહાલોલ ખાખરિયા વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડાં પડતાં તંત્ર દ્વારા મોટાં મોટાં કાળા પથ્થરો પૂરી કામચલાઉ કામગિરી કરવામાં આવી રહી છે.