રાજકોટ, ગુજરાતમાં ઓછા મતદાન વચ્ચે સટ્ટાબજારના ભાવ લોક્સભાની નવ બેઠકના ભાવ બુકી બજારે ખોલ્યા છે. આ બેઠકો પર જીતના ક્ષત્રિયો અને કોંગ્રેસે મસમોટા દાવાઓ કર્યા છે. સટ્ટા બજાર અહીં ભાજપને ફેવરિટ ગણાવી રહ્યું છે. ભલે રાજસ્થાનમાં ફલૌદી બજારમાં એનડીએની સીટો ઘટાડવાનો ભાવ ચાલી રહ્યો છે પણ સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર ભાજપને વન વે જીતાડી રહ્યું છે. સટ્ટા બજારે જે સીટોના ભાવ ખોલ્યા છે એ ગુજરાતની વિવાદીત સીટો છે.
જ્યાં હાલમાં ભાજપને નુક્સાન થવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં ૬૦ ટકા મતદાન વચ્ચે સંગઠન કાગળ પરનું વાઘ સાબિત થયું છે. ૧.૯૧ કરોડ ગુજરાતીઓ મતદાન સુધી પહોંચ્યા નથી. ભાજપ સંગઠનના તમામ આયોજનો માત્ર કાગળ પર રહ્યાં છે. મસમોટા મંત્રીઓ અને નેતાઓના મત વિસ્તારમાં ૫૫ ટકાની આસપાસ મતદાન સાબિત કરી રહ્યું છે કે ભાજપના કાર્યકરો મતદારોને બુથ સુધી લાવવામાં સફળ રહ્યાં નથી.
ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે સંકલન સમિતિએ પણ આ ૯ બેઠકોમાંથી ભાજપ ૭ હારી રહ્યું હોવાના દાવાઓ કર્યા છે. કોંગ્રેસને પણ આ બેઠકો પર પરિવર્તન થવાની આશા છે. જેને પગલે ગુજરાતની સટ્ટાબજારના ભાવ પણ સક્રિય થઈ ગયું છે. સૌરાષ્ટ્રના સટ્ટા બજારે રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર, ભાવનગર, જામનગર, પાટણ, બનાસકાંઠા અને આણંદ બેઠકના ભાવ ખુલ્યા છે. બુકી બજારના મતે આ નવ બેઠક ઉપર ભાજપ ફેવરિટ છે. બુકી બજારના મતે પોરબંદર સીટ સૌથી વધુ સુરક્ષિત છે. પાટણ અને બનાસકાંઠા બેઠક ઉપર મૂકી બજારના મતે રસાક્સી રહે તેવી શક્યતા છે.
બેઠક મુજબ ઉમેદવારનું ગુજરાતની સટ્ટાબજારના ભાવ લિસ્ટ
રાજકોટ, પરસોતમ રૂપાલા ભાજપ (૭ પૈસા ફેવરિટ)
આણંદ, મિતેશ પટેલ ભાજપ (૩૦પૈસા ફેવરિટ)
બનાસકાંઠા, રેખાબેન ચૌધરી ભાજપ (૨૫ પૈસા ફેવરિટ)
જામનગર, પૂનમબેન માડમ (૧૦પૈસા ફેવરિટ)
ભાવનગર, નિમુબેન બાંભણિયા (૧૦ પૈસા ફેવરિટ)
પોરબંદર મનસુખ માંડવીયા (૩પૈસા ફેવરિટ)
જૂનાગઢ, રાજેશ ચુડાસમા (૧૫ પૈસા ફેવરિટ)
સુરેન્દ્રનગર, ચંદુભાઈ સિહોરા (૧૦ પૈસા ફેવરિટ)
પાટણ, ભરતસિંહ ડાભી (૨૦ પૈસા ફેવરિટ)
હાર જીતનું ગણિત, બેઠક મુજબ ઉમેદવારનું ભાવ લિસ્ટ
૧. રાજકોટ, પરસોતમ રૂપાલા ભાજપ (૭ પૈસા ફેવરિટ)
ગુજરાતની સટ્ટાબજારના ભાવ ખૂલ્યા
જીત:- પરસોતમ રૂપાલાની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ બાંધવામાં આવે તો ૭,૦૦૦ રૂપિયા મળે
હાર:- પરસોતમ રૂપાલાની હાર માટે ૧૨ પૈસા ભાવ છે જેમાં કોઈ હાર માટે એક લાખ રૂપિયાનો દાવ રમે અને પરસોતમ રૂપાલા જીતી જાય તો સટો લગાડનારને ૧૨ હજારની નુક્સાની થાય અને હારી જાય તો એક લાખ રૂપિયાની આવક થાય
You May Also Be Interested in Other Topics – | |
1. | ગ્રામજનો દ્વારા પોલીસ પર કર્યો પથ્થરમારો |
2. | મતદાન જાગૃતિ સેલ્ફી પોઈન્ટ |
3. | રૂપાલાની અભદ્ર ટીપ્પણી |