
નવીદિલ્હી,
૩૧ માર્ચથી આઈપીએલ-૨૦૨૩ની શરૂઆત થવા જઈ રહી છે. પહેલી મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપરકિંગ્સ સામે હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ચેમ્પિયન બનેલી ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો રમાશે. આઈપીએલની શરૂઆત થાય તે પહેલાં જ ગુજરાત માટે માઠા સમાચાર આવ્યા છે કેમ કે તેનો મેચવિનર ખેલાડી ડેવિડ મીલર પ્રારંભીક મેચમાં રમવાનો છે.મીલરના આ નિર્ણયથી ગુજરાત ફ્રેન્ચાઈઝીએ નારાજગી પણ વ્યક્ત કરી છે. પાછલી સીઝનમાં ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા મીલરે કહ્યું કે ટીમમાં સામેલ ન થવું દુ:ખની વાત છે. ખાસ કરીને પહેલી મેચ જે ચેન્નાઈ સામે રમાવાની છે એટલા હું બહુ જ નિરાશ છું.
ઉલ્લેખનીય છે કે, આફ્રિકાના ડેવિડ મીલર અને ટીમમાં અમુક ખેલાડી જેમણે આઈપીએલ રમવાની છે તેમણે નેધરલેન્ડ વિરુદ્ધ બે વન-ડે મેચની શ્રેણી રમવાની છે. આફ્રિકાને આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં રમાનારા વન-ત્તે વર્લ્ડકપમાં સીધું ક્વોલિફાય કરવા માટે આ બન્ને મેચ જીતવી અત્યંત જરૂરી છે આવામાં મીલરે આઈપીએલ કરતાં પોતાના દેશને વધુ મહત્ત્વ આપ્યું છે. મીલરે કહ્યું કે અમે નેધરલેન્ડ વિરુદ્ધ અમારી શ્રેષ્ઠ ટીમ લઈને મેદાને ઉતરશું.