ભુજ, ગુજરાતના કચ્છ જિલ્લાના લતીફ સમા સજા પૂરી થયા પછી પણ પાકિસ્તાનની જેલમાં છે. જૂન ૨૦૧૮માં તેઓ ભૂલથી પાકિસ્તાન સરહદમાં ઘૂસી ગયા હતા. પાકિસ્તાન રેન્જર્સે તેમને જાસૂસ માનીને પકડી લીધા હતા અને કરાચીની લાંઢી જેલમાં કેદ કર્યા હતા. હવે પરિવારે તેમને ભારત પરત લાવવા માટે મદદ માટે ભારત સરકારને અપીલ કરી છે.૮૨ વર્ષીય લતીફ સમાને પાકિસ્તાનની અદાલતે સપ્ટેમ્બર ૨૦૧૮માં સજા સંભળાવી હતી, જે ૨૨ એપ્રિલ ૨૦૧૯ના રોજ પૂરી થઈ હતી. તેમનો પરિવાર તેમના ભારત પરત આવવા માટે કેન્દ્ર સરકારને સતત વિનંતી કરી રહ્યો છે.
આ મામલે કેન્દ્રએ રાજ્ય સરકાર પાસેથી પણ માહિતી માગી છે. કેન્દ્ર સરકારે પરિવારના પત્રના જવાબમાં એમ પણ કહ્યું કે લતીફે તેમની સજા પૂરી કરી લીધી છે અને તેમની મુક્તિ માટે પાકિસ્તાન સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. પાકિસ્તાન તરફથી તેમની નાગરિક્તાની ઓળખ કરવી પડશે.ફસલ સમા, એક સામાજિક કાર્યકર છે અને તેમણે પાકિસ્તાનની જેલમાં બંધ ચાર લોકોને પરત લાવવાની સુવિધા આપી છે. તેમણે કહ્યું કે અમે લતીફની મુક્તિ માટે ઘણા પ્રયત્નો કર્યા છે, અમે પાકિસ્તાનમાં ભારત સરકારના હાઈ કમિશન અને વિદેશ મંત્રાલયને પત્રો પણ લખ્યા છે, અમે સરકાર પાસે માગ કરીએ છીએ કે લતીફને ભારત પરત લાવવામાં અમને બને એટલું જલ્દી મદદ કરવામાં આવે.
પાંચ વર્ષ પહેલા સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચેલા લતીફ હવે ૮૮ વર્ષના છે. સામાજિક કાર્યકરોનું કહેવું છે કે સજા ભોગવવા છતાં તેમની નાગરિક્તાની પુષ્ટિ ક્યાં સુધી પહોંચી છે? અને લતીફને પાકિસ્તાન સરકાર ક્યારે મુક્ત કરશે? પરિવાર આ સવાલોના જવાબ શોધી રહ્યો છે. તેઓ તેમને પાછા લાવવા માટે કેન્દ્ર સરકારને સતત વિનંતી કરી રહ્યા છે.