ગુજરાતના ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો દ્વારા રાજસ્થાન એકલિંગજી ખાતે કુળદેવી કાત્યાયની માતાજીનો ભવ્ય શતચંડી યજ્ઞ યોજાશે

મલેકપુર, મેવાડના રાજા રાણા મહારાણા પ્રતાપ શ્રીના કુલગોર તરીકે પ્રસ્થાપિત થયેલા મેવાડના નાગદા ગામના ત્રિવેદી મેવાડા સમાજના બ્રાહ્મણો મહારાણા પ્રતાપના શાસન બાદ ગુજરાતમાં સ્થાળંતર થઇ વસ્યા હતા. ઘણા વર્ષો બાદ મેવાડના આ બ્રાહ્મણો પોતાના માદરે વતન રાજસ્થાન સ્થિત ઇષ્ટદેવ એકલિંગજી. કૈલાશપુરી ખાતે આગામી 24/12/2023ના રોજ કુળદેવી કાત્યાંયની માતાજીનો 111 શતચંડી યજ્ઞ કરીને પૂર્વજોને ઋણાજંલી આપવા તેમજ જ્ઞાતિ ના કલ્યાણ માટે સુંદર કાર્ય કરી રહ્યા છે. આ મહાયજ્ઞમાં ગુજરાત અને ગુજરાત બાર વસતા ત્રિવેદી મેવાડા સમાજ અને ભટ્ટ મેવાડા સમાજના હજારો ભક્તજનો આ કાર્યમાં જોડાવાના છે. આ કાર્યક્રમમાં મેવાડના હાલના રાજવી કુમાર લક્ષરાજસિંહ મહારાજા ઉદેપુર, ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમનું આયોજન પાવાગઢ સ્થિત મહર્ષિ વિશ્ર્વામિત્ર વૈદિક સંસ્કૃત પાઠશાળા સુંદર રીતે કરી રહી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ગુજરાત ના સૌ ભૂદેવ ખૂબ જ ઉમદા કામગીરી કરી રહ્યા છે.