Gujarat Na Rajyapal અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી માતર તાલુકાની મુલાકાતે

Gujarat Na Rajyapal
  • Gujarat Na Rajyapal માતર તાલુકાના દેથલી અને ભલાડા ગ્રામ સેવા કેન્દ્રોની તથા જીલ્લા પંચાયતના સીડ ફાર્મની મુલાકાત લેતા રાજ્યપાલ
  • કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલી ખાતે સંબોધન નહિ પરંતુ સંવાદ સાધતા રાજયપાલ
  • ગુજરાતના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ આજે માતર તાલુકાના દેથલી અને ભલાડા ગ્રામ સેવા કેન્દ્રોની તથા જીલ્લા પંચાયતના સીડ ફાર્મની મુલાકાત લીધી હતી.

નડિયાદ, જીલ્લાના ખેડૂત ભાઈઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને શિક્ષકોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ અને જાણકારી મળી રહે તે હેતુથી Gujarat Na Rajyapal અને ગૂજરાત વિદ્યાપીઠ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેથલી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ સાધ્યો હતો. રાજ્યપાલએ હરિયાણાના કુરૂક્ષેત્ર ખાતેના તેઓના ગુરૂકુળમાં કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીની કામગીરીનો ખ્યાલ ખેડૂતોને આપ્યો હતો. ત્યારબાદ રાજ્યપાલ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટામેટા ક્રશ તજજ્ઞતા કેન્દ્રની મુલાકાત લઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ ઘન જીવામૃતની સમીક્ષા કરવામાં આવી હતી.

ગુજરાતના રાજ્યપાલ નું નામ

ગુજરાતના રાજ્યપાલ નું નામ આચાર્ય દેવવ્રતજી માતર છે. રાજયપાલએ દેથલી ગ્રામ સેવા કેન્દ્ર ખાતે વિદ્યાપીઠ દ્વારા સંચાલિત આશ્રમ શાળાની મુલાકાત પણ લીધી હતી. અહીં Gujarat Na Rajyapal મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી ત્યારબાદ ચંચળબા ગૌસેવા સદનની મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ ગૌશાળાની અંદાજીત 50થી વધુ ગાયોની બ્રીડ વિશે માહિતી મેળવી આ ગાયો થકી વધુ પ્રમાણમાં દૂધ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ગૌશાળાની મુલાકાત બાદ Gujarat Na Rajyapal ભલાડા ગ્રામ સેવા કેન્દ્રમાં ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત શાળા ખાતે બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રદર્શન નિહાળ્યું હતું. ભલાડા ગ્રામ સેવા કેન્દ્રની મુલાકાત દરમિયાન રાજ્યપાલએ વિદ્યાપીઠ સંચાલિત આશ્રમ શાળાના નિવાસી બાળકોના અભ્યાસ, ભોજન તથા રહેણાંક વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ઉપરાંત શિક્ષકોની સંખ્યા તથા આનુષાંગિક વ્યવસ્થા અંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદ પટેલ સાથે ચર્ચા કરી હતી.

ગુજરાતના હાલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી માતર

અંતમાં ગુજરાતના હાલના રાજ્યપાલ માતર ખાતે આવેલ જીલ્લા પંચાયત સીડ ફાર્મની મુલાકાત લીધી હતી. ત્યાં રાજ્યપાલએ જમીનની ગુણવત્તા વિશે ખેતીવાડી અધિકારી સાથે ચર્ચા કરી સીડ ફાર્મને પ્રાકૃતિક ફાર્મ બનાવવા સૂચન કર્યુ હતું.

Gujarat Rajya Na Rajyapal આ મુલાકાતમાં તેમની સાથે પૂર્વ શિક્ષણ મંત્રી અને ગુજરાત વિદ્યાપીઠ મંડળના વરિષ્ઠ ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર, કલેકટર અમિત પ્રકાશ યાદવ, પોલીસ અધિક્ષક રાજેશભાઈ ગઢીયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામક પી. કે. શર્મા તેમજ ખેડૂતો અને ગ્રામજનો જોડાયા હતા.

You May Also Be Interested in Other Topics –
1.મનરેગા ગુજરાત દાહોદ
2.ડૉ બાબાસાહેબ આંબેડકર શિક્ષણ
3.Mahisagar Jilla Na Samachar